અદાણી વિલ્મર અને અદાણી પાવરના શેરોના ભાવ તૂટ્યા

PC: en.wikipedia.org

વિશ્વભરના શેર બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત જેવા વીકસતા બજારમાં તો મોટા પાયે વિદેશી રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે. શેર બજારની આ ચાલથી તો અદાણી ગ્રૂપના મલ્ટીબેગર સ્ટોક પણ ધોવાઇ રહ્યા છે. માર્કેટને આઉટ પર્ફોર્મ કરનારા અદાણી વિલ્મર અને અદાણી પાવરના શેરો પણ લોઅર સર્કિટ મારી રહ્યા છે. આ સિવાય આજે અદાણી ટ્રાન્સમિશનના શેરમાં પણ લોઅર સર્કિટ લાગી હતી. અદાણી ગ્રૂપનો એક જ શેર અદાણી ગ્રીન થોડો મજબૂતીથી બજારમાં ટકેલો છે.

આ વર્ષે ફેબ્રુઆરી માં શેર બજારમાં લિસ્ટ થયા બાદ અદાણી ગ્રૂપની અદાણી વિલ્મર કંપનીએ રોકાણકારો માટે મલ્ટીબેગર રીટર્ન જનરેટ કર્યા હતા. જોકે, પાછલા કેટલાક દિવસોથી આ શેર પર પણ મંદ રૂપી ગ્રહણ લાગ્યું છે. ઓલ ટાઇમ હાઇને ટચ કર્યા બાદ આ સ્ટોકમાં સતત વેચવાલી થઇ રહી છે. કેટલાક દિવસો સુધી સતત નુકસાન બાદ આ સ્ટોકમાં ફરીથી તેજી ફરી હતી. આ શેર સતત સાત સેશનથી વધી રહ્યો હતો અને પછી ઘણા દિવસો સુધી તેમાં લોઅર સર્કિટ લાગી રહી છે. આજે આ શેરમાં 4.99 ટકાની વેચવાલી થઇ હતી અને તેને ભાવ તુટીને 664.95 રૂપિયા પર બંધ આવ્યો હતો.

ગ્લોબલ ઇન્ડેક્સ પ્રોવાઇડર મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલે અદાણી ગ્રૂપના આ શેરને પોતાના ગ્લોબલ ઇન્ડેક્સમાં શામેલ કર્યો છે. ત્યાર બાદથી તેનો ભાવ સતત 7 સેશનમાં 35 ટકા સુધી વધી ચૂક્યો છે. સોમવારના સેશનમાં સતત સાતમો દિવસ એવો હતો કે તે અદાણી ગ્રૂપના આ શેરમાં અપર સર્કિટ લાગી હતી. સોમવારના દિવસે 4.98 ટકાના વધારા સાથે આ શેર 327.5 રૂપિયાના રેકોર્ડ હાઇ પર તે બંધ આવ્યો હતો. ત્યાર બાદ તેમાં સતત લોઅર સર્કિટ લાગી રહી છે અને અને તે 301.65 રૂપિયા પર બંધ આવ્યો છે.

અદાણી ટ્રાન્સમિશનના શેરના ભાવમાં પણ આજે મોટી વેચવાલી જોવા મળી હતી. BSE પર 4.92 ટકાની વેચવાલી સાથે તે 2089.45 રૂપિયા પર બંધ આવ્યો હતો. તે સિવાય અદાણી એન્ટરપ્રાઇઝ લિમિડેટના શેરનો ભાવ પણ 4.30 ટકા તુટીને 2067.40 રૂપિયા પર બંધ આવ્યો હતો. અદાણી ટોટલ ગેસના શેરનો ભાવ પણ 5.11 ટકા તુટ્યો હતો અને 2214.40 રૂપિયા પર બંધ આવ્યો હતો.

આજે અદાણી ગ્રૂપના સાત શેરોમાંથી ફક્ત એક જ શેરમાં તેજી જોવા મળી હતી. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 2.29 ટકાની તેજી જોવા મળી. તેનો ભાવ 2187.05 રૂપિયા પર બંધ આવ્યો, આ કંપનીનું માર્કેટ કેપ 3,46,435.82 કરોડ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp