આ કંપનીએ દોઢ કલાકમાં સવા લાખ કરોડ રૂપિયાનો સામાન વેચ્યો

PC: news18.com

ચીનની દિગ્ગજ ઓનલાઈન કંપની અલીબાબા Single Day Saleમાં પ્રથમ દોઢ કલાકમાં રુ.સવા લાખ કરોડની આવક ઊભી કરી છે. ઓનલાઈન સેલ શરુ થતાની સાથે જ મોટા ભાગનો સામાન વેચાઈ ગયો હતો. કંપનીએ દાવો કર્યો હતો કે Single Day Saleમાં પ્રથમ 9 કલાકમાં કુલ 1.60 લાખ કરોડ રુપિયાનું વેચાણ થયું છે. અલીબાબા ચીનની સૌથી મોટી ઈ-કોર્મસ કંપની છે. દર વર્ષે 11 નવેમ્બરના રોજ તે મેગા સેલનું આયોજન કરે છે. આવું એટલા માટે કારણ કે 11.11માં ચાર એક્કા આવે છે. આ વર્ષની Single Day Saleમાં 78 દેશ અને 22 હજારથી વધારે ઈન્ટરનેશનલ બ્રાંડનો સમાવેશ કરાયો છે.

ગત વર્ષે આ સેલમાં રુ.2.19 લાખ કરોડ રુપિયાની કમાઈ થઈ હોવાનો રેકોર્ડ છે. અલીબાબા ચીની વેબસાઈટનો Single Day Sale પર 1 મિનિટનો રુ.7100નો કારોબાર છે. CNBCના એક રીપોર્ટ અનુસાર કંપનીએ આ પહેલા 8 સેકન્ડમાં 7100 રુ.નો વેપાર કર્યો હતો. જ્યારે એક કલાકમાં રુ.85680 કરોડનો વેપાર થયો હતો. આ સેલ અલીબાબાના ગ્લોબલ ટીમે આયોજિત કર્યું છે. ગ્લોબલ એક્સોપોર્ટના જનરલ મેનેજર એલ્વિન લ્યુંએ દાવો કર્યો હતો કે,Single Day Sale આ વર્ષે કેટલાય રેકોર્ડ તોડશે. રોકાણકારો પણ એ વસ્તું ઓબઝર્વ કરે છે કે, આર્થિક વિકાસ 6 ટકાથી નીચે હોવા છતા ચીનના લોકો કેટલી ખરીદી કરે છે.

Single Day Saleનું વર્ષ 2009થી આયોજન કરવામાં આવે છે. 11 તારીખ એટલા માટે કારણ કે, એમાં 1 આવે છે. આ દિવસે ચીનના લોકો પોતાના સંબંધોનું સેલિબ્રેશન પણ કરે છે. તેથી આ ઓનલાઈન ફેસ્ટિવલ દુનિયાનો સૌથી મોટો શોપિંગ ઉત્સવ બની ગયો છે. દિવાળીના દિવસોમાં Amazon પણ પોતાની વિવિધ સ્કિમ સાથે ભારતમાં ઓનલાઈન સેલનું આયોજન કર્યું હતું. જેમાં મોબાઈલથી અનેક ડિવાઈસ પર ડિસ્કાઉટ સાથે વેચાણ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp