આ ટેલિકોમ કંપનીએ દેશમાંથી વ્યાપાર સમેટવાના આપ્યા એંધાણ, CEOએ માગી મદદ

PC: intoday.in

બ્રિટનની ટેલિકોમ કંપની વોડાફોન આવનારા દિવસોમાં ભારતમાંથી પોતાનો વ્યાપાર સમેટી શકે છે. વોડાફોન કંપનીના CEO નિક રીડે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા તેમના પર આક્ષેપો કર્યા છે. રેગ્યુલેશનમાં અસહયોગ અને વધુ પડતા ટેક્સના ભારણને કારણે કંપની પર બોજો વધી ગયો છે. આ સિવાય વોડાફોન-આઈડિયાના શેર ભાવ પણ ફરી એક વખત 4 રૂપિયાથી નીચે પહોંચી ગયા છે. સરકારે વોડાફોન-આઈડિયા સહિત અન્ય ટેલિકોમ કંપનીઓને 92000 કરોડ રૂપિયા ચૂકવવા માટે આદેશ કર્યો હતો. સરકારના આ નિર્ણય સામે કંપનીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પરંતુ, સુપ્રીમમાંથી પણ ફટકો પડ્યો હતો. સુપ્રીમે કહ્યું કે, નિયત સમય મર્યાદાની અંદર આ રકમ ભરી આપવામાં આવે.

સરકારને લાયસન્સ ફીના રૂપિયા તરીકે આપવાની રકમ ભારતીય એરટેલ પર 21682.13 કરોડ રૂપિયા જ્યારે વોડાફોન-આઈડિયાને આપવાની રકમ 19822.71 કરોડ રુપિયા છે. આ અંગે વોડાફોનના CEOએ જણાવ્યું કે, સરકારે કંપનીઓ પ્રત્યે થોડી રાહત આપવી જોઈએ. જેથી વોડાફોનનો વ્યાપાર આગામી દિવસોમાં વધુ ગ્રાહકો સુધી પહોંચી શકે. વધુ પડતા ટેક્સ ભારણ અને સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયને લઈને કંપની પર વધુ પડતો આર્થિક બોજો છે. છેલ્લા કેટલાક સમયથી આ સ્થિતિ એક પડકાર સમાન છે. આવી સ્થિતિ વચ્ચે સરકારે વલણ સ્પષ્ટ કર્યું છે કે, કોઈ તરફી વલણ અપનાવી શકે એમ નથી.

ગત વર્ષે વોડાફોન અને આઈડિયાનું મર્જર થયું હતું. આ મર્જર બાદ કંપનીનું નવું નામ વોડાફોન-આઈડિયા થયું હતું. આ મર્જર બાદ કંપનીના ત્રણ માસના રીપોર્ટમાં ચોખ્ખી ખોટ સામે આવી છે. આ ઉપરાંત વોડાફોન-આઈડિયાના ગ્રાહકો પણ ઘટી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી ટેલિકોમ ક્ષેત્રે માહોલ બગડી રહ્યો છે. એક તરફ BSNLના કર્મચારીઓને પગાર મળ્યા નથી અને એવામાં સરકારે આવી કંપનીઓ સામે બાંયો ચડાવીને પૈસાની ઉઘરાણી કરી છે. હવે ગ્રાહક માટે સારો વિકલ્પ કયો રહેશે એ સમય નક્કી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp