સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં ખુલાસો: આ કારણે ભારતનો વિકાસ દર ઓછો રહેશે

PC: mapsofindia.com

ભારતમાં મજબૂત ડોમેસ્ટીક ઉત્પાદન અને રોકાણથી આર્થિક વૃદ્ધિદર 2019માં 7.0 % તથા 2020માં 2020 7.1 % રહેવાનું અનુમાન દર્શાવાયું છે.સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં આ અનુમાન કરવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે,વર્ષ 2018માં આર્થિક વૃદ્ધિ દર 7.2 ટરા રહી,જો કે 2019ના મઘ્યમાં સંયુક્ત રાષ્ટ્રની વિશ્વ આર્થિક સ્થિતિ તથા સંભાવના રિપોર્ટમાં અનુમાન કરવામાં આવ્યું છે કે આ વર્ષના જાન્યુઆરીમાં બહાર પાડેલા આંકડા કરતા વિકાસ દર ઓછો રહેશે. એ સમયે 2019 અને 2020 માટે આર્થિક વિકાસ દર ક્રમશ 7.6 અને 7.4 % રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે પણ મોનસુન પર અલ નીનો ના પ્રભાવ તથા વૈશ્ચિક પડકારોને કારણ ચાલુ નાણાંકિય વર્ષ માટે આર્થિક વિકાસ દરનું અનુમાન ઘટાડીને 7.2 % કરી દીધું છે જ્યારે પહેલા આ અનુમાન 7.4 % હતું.

રિપોર્ટ કહેવામાં આવ્યું છે કે દક્ષિણ એશિયાની આર્થિક વૃદ્ધિમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી અવરોધરૂપ બની રહી છે. ચીનનો પણ આર્થિક વિકાસ દર 2018ની સરખામણીમાં ઘટે તેવી સંભાવના દર્શાવવામા આવી છે.2018માં જ્યાં ચીનનો આર્થિક વિકાસ દર 6.6 % હતો જે 2019માં 6.3 અને 2020માં 6.2 % રહેવાનું અનુમાન છે.

વૈશ્ચિક આર્થિક વિકાસ દર વિશે કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વિવાદ, આતંરરાષ્ટ્રીય સ્તર પર નીતિગત અનિશ્ચિતતા તથા કંપનીઓના નબળાં આત્મવિશ્વાસને આર્થિક વિકાસ દર પડકારજનક રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp