બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 60 ટકા જમીન સંપાદન પુરૂં, જાણો હજી કેટલો વિલંબ થશે?

PC: financialexpress.com

મહારાષ્ટ્ર સરકારના જાહેરમાં વિરોધ અને પ્રતિકારનો સામનો કરવા છતાં અમદાવાદ અને મુંબઇ વચ્ચે દેશનો પહેલો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ 60 ટકા જમીન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો છે, જો કે તે પૂર્ણ થવાની ડિસેમ્બર 2023ની તારીખને ચૂકી જાય તેવી સંભાવના છે, કારણ કે હજી આ ડ્રીમ પ્રોજેક્ટમાં 40 ટકા જમીન સંપાદન કરવાની બાકી છે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર અચલ ખરે એ જણાવ્યું હતું કે અમે બુલેટ ટ્રેનને ઝડપથી પાટા પર ચઢાવવા માટે તૈયાર છીએ. અમે આ પ્રોજેક્ટ માટે 60 ટકા જમીન હસ્તગત કરી છે જે ગુજરાતમાં 77 ટકા થવા જાય છે.

મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ્વે કોરિડોર પ્રોજેક્ટ માટે કુલ 1434.47 હેક્ટર જમીન જોઇતી હતી પરંતુ તે હવે ઘટીને 1380.08 હેક્ટર થઇ છે જે પ્રોજેક્ટના કાર્યક્ષેત્રના બદલાવને કારણે છે. કુલ જમીનમાં 1004.91 હેક્ટર જમીન ખાનગી છે જે પૈકી 830 હેક્ટર જમીન હસ્તગત કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટના એક અધિકારીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે 1.08 કરોડના ખર્ચના આ ડ્રીમ પ્રોજેક્ટ માટે જાપાનની એજન્સી પાસેથી 88000 કરોડ રૂપિયાની લોન લીધી છે જે 81 ટકા થવા જાય છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના વિરોધ છતાં આ પ્રોજેક્ટ ટ્રેક પર આવ્યો છે. જો કોઇ સંસ્થા વ્યાજ વિના અથવા તો ઓછા વ્યાજે લોન આપે તો તેનો અર્થ એવો થતો નથી કે આપણે ખેડૂતો પાસેથી જમીન છીનવી લઇએ. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આ એક સફેદ હાથી છે.

નેશનલ એલાયન્સ ફોર પીપલ મુવમેન્ટના હોદ્દેદાર કૃષ્ણકાન્ત ચૌહાણે કહ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતો પાસેથી બળજબરીપૂર્વક જમીન લઇ લેવામાં આવે છે. સામાજીક પ્રભાવ અને પર્યાવરણના પ્રભાવની સુનાવણીમાં લોકોના પ્રશ્નોના જવાબો પણ આપવામાં આવતા નથી. મહારાષ્ટ્રમાં પણ સરકારે જમીન હસ્તગત કરવાના મોડલમાં ફેરફાર કર્યો છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp