વડોદરાની જમીનોમાં ઓછી કપાત કરીને સરકારને રૂ.190 કરોડનો ચૂનો ચોપડાયો

PC: khabarchhe.com

સમા-વેમાલી અને આલમગીરની જમીનોમાં નિયમ કરતા ઓછી કપાત કરીને રાજ્ય સરકારને રૂ.190 કરોડનું આર્થિક નુકશાન વુડા અને ટી.પી.ઓ. કચેરીના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા પહોંચાડવામાં આવ્યું છે. વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી(વુડા)ના બે અધિકારીઓ પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ આપવા માટે રૂ.1.25 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ વુડામાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારની એક પછી એક વિગતો સપાટી ઉપર આવી રહી છે. જે અંગે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં આવી બીજી કોઈ ઘટના બની છે કે કેમ તે અંગે તપાસ કરવાનું નક્કી કરાયું છે. 

વુડાના સી.ઇ.ઓ. નિલેશ શાહ અને જુનિયર ટાઉન પ્લાનર શૈલેષ પટેલને વડોદરા એસીબીએ આર્કિટેક્ટ પાસેથી રૂ.1.25 લાખની લાંચ લેતા ઝડપી પાડતા વુડા અને કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે વુડામાં આવતા સમા-વેમાલી અને આલમગીરમાં પાડવામાં આવેલી ટી.પી.માં બિલ્ડરોની જમીનો નિયમ કરતા ઓછી કપાત કરીને સિનીયર ટી.પી.ઓ. દ્વારા રાજ્ય સરકારને રૂ.190 કરોડનું નુકસાન કર્યું હતું. આકાશ વાઘેલાની જમીન પર આલમગીરને નોલેજ નોડ જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં દેશીત પટેલની જમીનોમાં ઓછી કપાત કરીને રાજ્ય સરકારને પહોંચાડવામાં આવ્યું છે. 

વુડાના સીઈએ અને જુનિયર ટાઉન પ્લાનર એસીબીના છટકામાં ફસાયા તેમાં વાતચીતના રેકોર્ડિંગ શહેરી વિકાસ વિભાગના કેટલાંક અધિકારીઓના નામો બહાર આવ્યા છે.  ભાદુ વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના કમિશનર છે. વુડાના અધ્યક્ષ પણ છે. પરંતુ ફોન ટેપમાં ભાદુનો ઉલ્લેખ થયો છે તે કોણ છે તે અંગે રહસ્ય છે.

પાદરાની જમીનમાં સ્કૂલનું બાંધકામ કરવાનું હોય આર્કિટેકટ દ્વારા પ્લોટ એરિયા મેળવવા પ્લોટ વેલિડેશન સર્ટીફીકેટ મેળવવા માટે વુડામાં અરજી કરી હતી. જે સર્ટિફિકેટ માટે રૂ.1.25 લાખની લાંચ લેતા શૈલેષ રામજી પટેલ , જુનિયર ટાઉન પ્લાનર વુડાના નિલેષ ચંદ્રકાંત શાહ ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી વુડા એ.સી.બી.ના હાથે ઝડપાઈ ગયા હતા.

પરંતુ બંને આરોપીઓ તપાસમાં સહકાર આપતા ન હોય તેઓને અદાલત સમક્ષ રજૂ કરીને એ.સી.બી. દ્વારા પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. તપાસ અધિકારીએ રજૂઆત કરી હતી કે ફરિયાદી તથા આરોપી વચ્ચે થયેલી વાતચીતના રેકોર્ડિંગમાં આરોપી એન. સી. પટેલ, ગાવીત, ભાદુ જેવા નામોનો ઉલ્લેખ કરે છે તેમજ રાધે હજી આવેલ નથી અને તમારી હાજરીમાં એમાંથી એમને જે રીતે આવતું હશે તે રીતે '' એવું બોલે છે. જે નામો બાબતે અને હાજરીમાં કોને આપવાના હતા ? તે અંગે હજી સુધી કોઈ ખુલાસો કર્યો નથી. જેથી બંને આરોપીઓને સાથે રાખીને ઘનિષ્ટ તપાસ કરવી જરૃરી છે.

આરોપીઓનો ગાંધીનગર ખાતે એફ.એસ.એલ.માં ઓફ લાઈન એસ. વી.એ. ટેસ્ટ કરાવવામાં આવ્યો તેમાં કેટલાંક નામો બહાર આવતાં શહેરી વિકાસ વિભાગે રાજ્ય કક્ષાએ તપાસ કરવાનું વિચારવાનું શરૂં કર્યું છે. 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp