ભારતીય પોસ્ટ વિભાગનું માળખું બદલવા મોદી સરકાર કરી રહી છે આ તૈયારીઓ

PC: moneycontrol.com

મોદી સરકારના શાસનમાં ભારતીય ડાક વિભાગમાં ઘણા ફેરફારો થયેલા છે. જેમ કે, સુકન્યા સમૃદ્ધિ યોજના,પોસ્ટ બચત ખાતા ધારકો માટે મોબાઈલ એપ્લિકેશન. આ પછી હવે મોદી સરકાર ભારતીય ડાક વિભાગમાં એક મોટો ફેરફાર કરી રહી છે. ડાક વીમાના વ્યવસાયને વિભાજીત કરીને એક અલગથી કંપની ઊભી કરવામાં આવશે. આ અંગે હજુ વિચારણા ચાલું છે. PTIના રીપોર્ટ અનુસાર ડાક વિભાગ અધિકારી ગૌતમ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે ડાક જીવન વીમા BSE-NSEમાં લીસ્ટેડ કંપનીઓ સિવાય પ્રોફેશનલ માટે પણ ખોલી દેવામાં આવ્યું છે. એટલે કે હવેથી ડૉક્ટર, એન્જિનિયર, વકીલ સહિત પ્રાયવેટ સેક્ટરની કંપનીઓમાં કામ કરનારા લોકો પણ ડાક વીમો લઈ શકશે.

ડાક જીવન વીમાની માર્કેટમાં ટકાવારી પણ ખૂબ ઓછી માત્ર 3 ટકા છે. આ જીવન વીમો કંપનીની તુલનામાં વધુ બોનસની રજૂઆત કરે છે. જેનું પ્રીમિયમ પણ ઓછું છે. હાલ ડાક વિભાગના કુલ મહેસુલમાં 60 ટકા ભાગ ડાક વિભાગ બચત યોજનાથી છે. હવે પાર્સલ મેલના માધ્યમથી રેવન્યૂ ઊભી કરવાનો હેતું છે. ડાક જીવન વીમાએ દેશની સૌથી જૂની વીમા સ્કિમ છે. જે 1884માં રજૂ થઈ હતી. હાલમાં આ સ્કિમ અંતર્ગત 4.7 મિલિયન પોલીસી સાથે તે દેશની સૌથી મોટી કંપની બની છે. જેમાં સુરક્ષા, સંતોષ, જોઈન્ટ વીમો અને બાળકોના જીવન વીમા પોલીસીનો પણ સમાવેશ થાય છે.

આ સ્કિમ અંતર્ગત રુ.50 લાખ સુધીનો વીમો મળે છે અને લોનની સુવિધા પણ મળે છે. આ ઉપરાંત ઈન્કમ ટેક્સમાં પણ કેટલીક છૂટછાટ મળે છે. આ ઉપરાંત મોદી શાસનમાં જ ડાકને બેન્ક જેવી સેવાઓ માટેના અધિકાર મળ્યા હતા. આ ઉપરાંત દેશભરમાં ડાક બેન્ક ATMની પણ સર્વિસ વધારવા માટે વિચારણા થઈ રહી છે. ઘણી બધી સરકારી યોજાનાના લાભ ડાક વિભાગમાંથી દરેક સામાન્ય વ્યક્તિને મળી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp