મુકેશભાઇનો પ્રતાપઃ ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાં ભારત બીજા નંબરે પહોંચી ગયું

PC: jio.com

 ભારત આજે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ઇન્ટરનેટ યુઝર બેઝ ધરાવતું બની ગયું છે. ભારતનો ઇન્ટરનેટ યુઝર બેઝ વિશ્વમાં કુલ ઇન્ટરનેટ વપરાશકારોનો 12 ટકા હિસ્સો ધરાવે છે, એમ 2019ના ઇન્ટરનેટ ટ્રેન્ડ્સ પરના મેરી મીકર રિપોર્ટમાં જણાવાયું હતું.

જિયો અમેરિકાની બહાર સૌથી વધુ ઇનોવેટિવ ઇન્ટરનેટ કંપનીઓમાં એક છે, એમ તેણે ઉમેર્યું હતું. 3.8 અબજ ઇન્ટરનેટ યુઝર્સ સાથે વિશ્વની અડધી વસતી આજે ઇન્ટરનેટનો ઉપયોગ કરતી થઈ ગઈ છે. તેમા ચીનનો હિસ્સો સૌથી વધારે છે. ચીન વિશ્વમાં કુલ ઇન્ટરનેટ યુઝર બેઝમાં 21 ટકા હિસ્સો ધરાવે છે. અમેરિકા વિશ્વના કુલ ઇન્ટરનેટ યુઝર્સમાં 8 ટકાનો હિસ્સો ધરાવે છે.

વૈશ્વિક ઇન્ટરનેટ યુઝરની વૃદ્ધિ મજબૂત છે, પરંતુ તે ધીમી પડી ગઈ છે. આ વૃદ્ધિદર 2018માં છ ટકા હતો, જે અગાઉના વર્ષના સાત ટકાથી ઘટાડો દર્શાવે છે. રિલાયન્સ જિયો 30.7 કરોડ મોબાઇલ ફોન સર્વિસ સબસ્ક્રાઇબર્સ સાથે ઇ-કોમર્સને ઓફલાઇન એક્સેસ પણ વિસ્તારી રહ્યું હોવાનો પણ અહેવાલ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું કહેવું છે કે અમે હાઇબ્રિડ, ઓનલાઇન-ટુ-ઓફલાઇન કોમર્સ પ્લેટફ્રમ રચી રહ્યા છીએ અને આ માટે રિલાયન્સ રિટેલ માર્કેટપ્લેસની સાથે જિયોની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સર્વિસિસને જોડી રહ્યા છીએ. આ પ્લેટફોર્મના લીધે રિલાયન્સ રિટેલ સ્ટોર્સના ૩૫ કરોડ કસ્ટમર ફૂટફોલ જોવાશે, તેની સાથે જિયોની ૩૦ કરોડ ગ્રાહકોને કનેક્ટિવિટી સંકળાશે અને સમગ્ર ભારતના ત્રણ કરોડનાના વેપારીઓને લાસ્ટ-માઇલ ફિઝિકલ માર્કેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે.

જિયોના મફત વોઇસ કોલ અને સસ્તા ડેટા પ્લાન્સના લીધે તેને છેલ્લા એક વર્ષમાં ડેટા યુસેજમાં અઢી ગણો વધારો કરવામાં મદદ મળી છે. અહેવાલમાં દર્શાવાયુ છે કે ભારતમાં ઇન્ટરનેટ રેગ્યુલેશનના મોરચે સ્થિતિ સુધરી રહી છે. ભારતમાં વૈવિધ્યસભર રેગ્યુલેટરી બોડીઝની સાથે ઘણા પાસે એક્સેસને નિયંત્રિત કરવાની સત્તા પણ છે. કન્ટેન્ટ રેગ્યુલેશન અંગે તેમણે જણાવ્યું હું કે ભારતમાં ઘણી વખત થોડા સ્પીચ પ્રોટેક્શન સાથે સીધા જાહેર સૂચન વગર વારંવાર કન્ટેન્ટ ફિલ્ટરિંગ થાય છે. આ સિવાય થોડી સેન્સરશિપ છે, જેના દ્વારા અપમાન કરતા કન્ટેન્ટ દૂર કરવામાં આવે છે.

અહેવાલ મુજબ જિયો નેટવર્કનો વાર્ષિક ડેટા વપરાશ 2018માં 17-18 એક્સાઇટ્સ (17-18 અબજ જીબી) હતો, જે 2016-17ના નાણાકીય વર્ષના નવ એક્સબાઇટ્સ ડેટા વપરાશ કરતાં બમણો ડેટા વપરાશ દર્શાવે છે. વધુમાં રિલાયન્સ ઓફલાઇન રિટેલ સ્ટોર્સની સંખ્યા 11000 હતી.

કંપની 5000 શહેરો અને ટાઉન્સમાં આવેલા 5100થી વધુ જિયો પોઇન્ટ સ્ટોર્સનું ઇ-કોમર્સ વેન્ચર માટે ડિલિવરી અને કલેક્શન પોઇન્ટ તરીકે ઉપયોગ કરવાનું આયોજન પણ ધરાવેછે. આની સાથે કંપની ભારતની 95 ટકા વસતી સુધી તેની પહોંચ વિસ્તારવાનું આયોજન ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp