ગિફ્ટ સિટીમાં રૂ. 350 કરોડના ખર્ચે મુંબઇની જાણીતી હોસ્પિટલ શરૂ થશે

PC: https://www.deccanherald.com

ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં હવે મુંબઇ સ્થિત લીલાવતી હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પાછળ 350 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું છે. સુપર મલ્ટી સ્પેશ્યાલિટી આ હોસ્પિટલનું બાંધકામ આ વર્ષે શરૂ થશે અને ત્રણ વર્ષમાં તે પૂર્ણ કરાશે.

ગિફ્ટ સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ સ્માર્ટ સિટીમાં સ્કૂલ, ક્લબ, હોટલ્સ, રેસિડેન્સિયલ, બિઝનેસ હાઉસિઝ સહિત અનેક સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ગિફ્ટ સિટી પાસે આવેલી સાબરમતી નદીના કિનારે રીવરફ્રન્ટનું કામ પણ શરૂ થવાનું છે.

લીલાવતી હોસ્પિટલના ટ્સ્ટને ગિફ્ટ સિટીમાં ચાર લાખ ચોરસફુટ જગ્યા આપવામાં આવી છે. આ હોસ્પિટલમાં એક એમ્બ્યુલન્સની સુવિધા પણ રાખવામાં આવશે. આ હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટીઓ તેમજ તેમના પરિવારજનો દ્વારા ગિફ્ટ સિટીમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

લીલાવતી હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગિફ્ટ સિટીની નજીક કોઇ અતિ આધુનિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ નથી તેથી અમે આ જગ્યાને પસંદ કરી છે. આ હોસ્પિટલમાં 250 બેડની સુવિધા હશે જેમાં રોબોટીક સર્જરી જેવી તમામ આધુનિક સુવિધા હશે. એ ઉપરાંત કાર્ડિયોલોજી, ઓન્કોલોજી અને અન્ય સેગમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રીત કરાશે.

એર એમ્બ્યુલન્સ સુવિધા દેશના તમામ મેટ્રો શહેરોને જોડશે. હોસ્પિટલ ગિફ્ટ સિટી અને આસપાસના વિસ્તારોના દર્દીઓને સુવિધા આપશે. 30 ટકા દર્દીઓ વિદેશી અથવા એનઆરઆઇ હશે. આ હોસ્પિટલ વિશ્વકક્ષાની તબીબી, આરોગ્ય સંભાળ સેવાઓ પ્રદાન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp