નર્મદા નિગમને 6934 કરોડ રૂપિયા મળતા નથી, રાજસ્થાન, મહારાષ્ટ્ર તો સમજ્યા, એમપી પણ

PC: dailypioneer.com

ગુજરાતની બહુહેતુક નર્મદા યોજનાનો લાભ લઇ રહેલા પાડોશી રાજ્યો ગુજરાત સરકારને બાકી રૂપિયા આપતાં નથી. આ નિગમ ત્રણ રાજ્યો પાસે 6934 કરોડ રૂપિયા માગે છે. છેલ્લા બે વર્ષથી પત્ર વ્યવહાર કરવામાં આવે છે છતાં રાજ્યો બાકી રકમ ચૂકવતાં નથી.

રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જ્યારે ભાજપની સરકાર હતી ત્યારે પણ આ બાકી રૂપિયા મળતા ન હતા અને હવે જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસ અને મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીઓની સંયુક્ત સરકાર છે ત્યારે પણ બાકી રૂપિયા મળતા નથી. ભાજપ શાસિત મધ્યપ્રદેશ રાજ્યના બાકી નાણાંનો આંકડો સૌથી મોટો 4764.35 કરોડ રૂપિયા છે. ગુજરાત સરકાર આ રાજ્યને પત્ર લખી માગણી કરે છે.

એ ઉપરાંત રાજસ્થાન પાસેથી 542.18 કરોડ અને મહારાષ્ટ્ર પાસેથી 1627.66 કરોડ રૂપિયા બાકી છે. આ ભાગીદાર રાજ્યો ગુજરાતની નર્મદા યોજના થકી પેદા થતી વીજળીના લાભ મેળવી રહ્યાં છે પરંતુ બાકી રકમ આપતાં નથી. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ લેખિતમાં જણાવ્યું છે કે ત્રણ રાજ્યો પાસેથી 7000 કરોડ રૂપિયા ગુજરાતને મળતા નથી.

તેમણે કહ્યું હતું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરકારમાં પુનવર્સન પેટે 1351.33 કરોડ, વ્યાજખર્ચ પેટે 3690.70 કરોડ મળીને કુલ 5042.03 કરોડ વિવાદિત રકમ થાય છે જ્યારે બિન વિવાદિત રકમનો આંકડો 1892.16 કરોડ થવા જાય છે. રાજ્ય સરકાર તરફથી દર મહિને એક પત્ર લખવામાં આવે છે પરંતુ પ્રત્યુત્તરમાં સરકારને બાકી રકમ મળતી નથી.

અહીં સવાલ એ થાય છે કે રાજસ્થાન અને મહારાષ્ટ્ર આડાઇ કરે તે સમજી શકાય છે કારણ કે ત્યાં ભાજપની સરકારો નથી પરંતુ મધ્યપ્રદેશ પાસેથી તો કેન્દ્રની દરમિયાનગીરી કરાવીને રૂપિયા લઇ શકાય છે. પરંતુ પત્રો લખવા ઉપરાંત પણ કંઇક હબીજું કરવાની જરૂર હોય તેમ તમને નથી લાગતું. નહીં તો વર્ષો સુધી તેમના રૂપિયા આવશે તેવી લાગતું નથી. મહારાષ્ટ્ર તો ગુજરાત કરતા વધુ સદ્ધર રાજ્ય છે તે કેમ નહીં આપતું હોય તે મોટો સવાલ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp