પૈસાની અછત નથી, બે વર્ષમાં અમેરિકા જેવા રસ્તા બનાવી દઇશુંઃ નીતિન ગડકરીનો દાવો

PC: zeenews.india.com

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્નોના જવાબ આપતી વખતે એક મોટું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે માત્ર 2 વર્ષમાં દેશના રસ્તા અમેરિકા જેવા થઈ જશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફંડની કોઈ  ખેંચ નથી. નીતિન ગડકરી કદાચ 2024 સુધીમાં આ વાયદો પુરો કરી શકે છે, કારણ કે 2024માં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે.

કેન્દ્રીય મંત્રી ગડકરીએ વચન આપ્યું હતું કે 2024 સુધીમાં ભારતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) જેટલું સારું હશે. તેમણે દાવો કર્યો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) પાસે ભંડોળની કોઈ અછત નથી અને તે આર્થિક રીતે ખૂબ જ મજબૂત છે. સંસદમાં બોલતા ગડકરીએ કહ્યું કે હું વચન આપું છું કે 2024 પહેલા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકા જેવું જ હશે.

નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર આગામી 3 વર્ષમાં દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસવે બનાવવાની યોજના બનાવી રહી છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, તેમની તૈયારી બાદ દિલ્હીથી દેહરાદૂન, હરિદ્વાર અથવા જયપુરની મુસાફરી માત્ર બે કલાકમાં કરી શકાશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એકવાર આ એક્સપ્રેસ વે બની ગયા બાદ દિલ્હીથી ચંદીગઢ માત્ર 2.5 કલાકમાં, દિલ્હીથી અમૃતસર 4 કલાકમાં, દિલ્હીથી કટરા 6 કલાકમાં, દિલ્હીથી શ્રીનગર 8 કલાકમાં અને દિલ્હીથી મુંબઈ 12 કલાકમાં પહોંચી શકશે. . આ સાથે ચેન્નાઈથી બેંગ્લોરનું અંતર પણ બે કલાકમાં કાપી શકાશે. રસ્તાની હદ વિશે જણાવતા તેમણે ઉદાહરણ આપ્યું કે પહેલા મેરઠથી દિલ્હી જવા માટે 4.5 કલાક લાગતા હતા, પરંતુ હવે લોકો આ મુસાફરી 40 મિનિટમાં કવર કરે છે.

રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સવાલોના જવાબ આપતા કહ્યું હતું કે દેશમાં રસ્તાઓનું નિર્માણ લગાતાર થઇ રહ્યું છે. એના માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પાસે ફંડની કોઇ અછત નથી. NHAI આર્થિક રીતે સદ્ધર છે. એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે NHAI દર વર્ષે લગભગ 5 લાખ કિલોમીટરના રસ્તા બનાવી શકે છે. એના પરથી હું વચન આપી શકું છુ કે વર્ષ 2024 સુધીમાં દેશમાં અમેરિકા જેવા રસ્તા બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp