અમદાવાદમાં છેલ્લા દોઢ વર્ષમાં બનેલા કોઇ પણ રસ્તા તૂટ્યા નથી, ભાજપ શાસકોનો દાવો

PC: khabarchhe.com

શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદના પાણી ઝડપથી ઉતરી ગયા હોવા મામલે શહેરની ચૂંટાયેલી પાંખ અને વહીવટીતંત્રે એકબીજાની પીઠ થાબડીને શાબાશી આપી હતી.દરમિયાન ચેરમેન  અમુલ બળવંતરાય ભટ્ટ અને મેયર બિજલ રૂપેશ ભાઈ પટેલે આજે ફરી એવો દાવો કર્યો હતો કે,છેલ્લા દોઢ વર્ષમાં અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલા એક પણ રોડ તુટયા નથી અને જે રોડ તુટયા છે એ દોઢ વર્ષ અગાઉ બનાવવામા આવેલા તુટયા છે આ રોડ જા ડીફેકટ લાયબલિટીમાં આવતા હશે તો ચોકકસ જે તે કોન્ટ્રાકટર પાસેથી જ રીસરફેસ કરાવાશે. શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પ્રતિભાવ આપતા કહ્યુ,શહેરમાં જે વિસ્તારોમાં પણ રોડ તુટેલા છે એ તમામનુ સમારકામ કરવા હોટમિકસ પ્લાન્ટમા તૈયારી કરાઈ રહી છે.નવરાત્રિથી દિવાળી સુધીમાં તમામ રોડ રીસરફેસ થઈ જશે.પેચવર્ક જરૂરી હશે તો તે પણ પુરુ કરાશે.  

સ્થાયી સમિતિની શુક્રવારે મળેલી બેઠકમાં શહેરના દાણાપીઠ ફાયર સ્ટેશન બિલ્ડીંગ અને કાલુપુર શાકમાર્કેટ વાળા બિલ્ડીંગોમાં અમપા દાવો જીતી ગઈ હોવાથી કબજેદારોની પાસેથી કબજા લઈ કાલુપુર ખાતે અધ્યતન શાકમાર્કેટ બનાવવા તેમજ દાણાપીઠ ખાતે ફાયર સ્ટેશન,કવાટર્સ ઉપરાંત મÂલ્ટલેવલ પાર્કીંગ બનાવવા આયોજન કરવા પર ચર્ચા કરાઈ હતી. ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટે માહીતી આપતા કહ્યુ,કાલુપુર શાકમાર્કેટ અંગે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.દાણાપીઠ ખાતે પણ કબજેદારો પાસેથી કબજા લીધા બાદ પ્રક્રિયા હાથ ધરાશે.શહેરમાં આશ્રમ રોડ પર માઈક્રો ટ્રંકલાઈનની કામગીરી શરૂ કરાયા બાદ ટુંક સમયમાં જશોદાનગરથી કોઝી હોટલ સુધી પણ આ પ્રકારે કામગીરી શરૂ કરવા ચર્ચા કરાઈ હતી.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp