26th January selfie contest

દરિયાકાંઠે વાવાઝોડાથી વીજળી બંધ થયા પછી હવે લાંબો સમય સહન નહીં કરવું પડે

PC: newindianexpress.com

દેશના દરિયાકિનારાના વિસ્તારોમાં વાવાઝોડાંને કારણે પાવર ટ્રાન્સમિશનને થતી ગંભીર અસરોને રોકવા ગાંધીનગર સ્થિત માટે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના સંશોધકોની એક ટીમે એક વ્યાપક માળખાને વિકસાવ્યું છે જેના આધારે તોફાન પછીના નુકસાનને ઘટાડી શકાશે.

આ ઇન્સ્ટીટ્યુટના એમટેક વિદ્યાર્થીઓ સુરેન્દર વી રાજ, પ્રોફેસર ઉદિત ભાટીયા અને પ્રોફેસર મનીષકુમારની બનેલી ટીમે વાવાઝોડાં દરમ્યાન સર્જાતા તીવ્ર પવન પ્રત્યે ટાવર્સની નબળાઇ પર ધ્યાન કેન્દ્રીય કરી 2019માં આવેલા ફાની વાવાઝોડાં દરમ્યાન નુકશાન પામેલા ઓરિસ્સાના પાવર ટ્રાન્સમિશન નેટવર્કનો અભ્યાસ કર્યો હતો. તેમણે નેટવર્કની કાર્યક્ષમતા અને તેના પર વ્યૂહાત્મક પ્રભાવનું મૂલ્યાંકન કર્યું છે.

આ ટીમ દ્વારા વિકસાવવામાં આવેલા ફ્રેજીલિટી મોડલ કે જેમાં ડેમેજ કમ વિન્ડ સ્પીડ ડેટાનો ઉપયોગ થાય છે તે નેટવર્કની કાર્યક્ષમતા વધારવામાં પ્રભાવિત બને છે. આ ફ્રેમવર્ક અંગે કહેવામાં આવે છે કે તે ભારતના દરિયાકિનારાના રાજ્યોના ટ્રાન્સમિશન ટાવર નેટવર્કના મજબૂતીકરણ માટે ઉપયોગી થઇ શકે છે. એવાં રાજ્યો કે જેમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રના ટાવર્સને અલગ રીતે પ્રાથમિકતા આપી શકાય છે.

ઓરિસ્સા પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ પાસેથી વાવાઝોડાં ફાનીના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ટ્રાન્સમિશન ટાવર અને રેડિયલ વિન્ડ પ્રોફાઇલ મોડલનો ઉપયોગ કરીને આ ટાવર્સના સ્થાનો પર અંદાજીત મહત્તમ ચક્રવાતી પવનની ઝડપ અંગેના ડેટાના આધારે ટીમે નુકશાનની સંભાવનાનું મૂલ્યાંકન કર્યું છે.

સંશોધન ટીમે અવલોકન કર્યું છે કે ટ્રાન્સમિશન ટાવર્સની કાર્યક્ષમતામાં જે નુકશાન થાય છે તે વાવાઝોડાંના લેન્ડફોલના સ્થાન પર આધાર રાખે છે. જો લેન્ડફોલ નજીકમાં સબસ્ટેશન ધરાવતો પ્રદેશ હોય તો નુકશાન વધારે થાય છે, જે ઓરિસ્સામાં થયું છે.

ટીમે શોધી કાઢ્યું હતું કે સૌથી વધુ કાર્યક્ષમ વ્યૂહરચના એ સૌથી વધુ પવનની ઝડપવાળા ઝોનમાંથી ટાવરને પસંદ કરી શકે છે જે વિશાળ વસતીને સુવિધા આપતા સબસ્ટેશનો સાથે સંકળાયેલા છે. દરિયાકિનારાની નજીકના ટાવર્સને મજબૂત કરવાથી વાવાઝોડાં દરમ્યાન નુકશાન પામેલા ટાવર્સની સંખ્યા ઘટાડવામાં મદદ મળી શકે છે. અભ્યાસનું પરિણામ દર્શાવે છે કે ચોક્કસ પ્રદેશમાં અનુરૂપ અને કાર્યક્ષમ મજબૂતીકરણની પ્રાથમિકતા એ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમને વધુ કાર્યક્ષમતા તરફ દોરી જાય છે.

અભ્યાસના પરિણામો દર્શાવે છે કે ચોક્કસ પ્રદેશમાં અનુરૂપ અને કાર્યક્ષમ મજબૂતીકરણની પ્રાથમિકતા વ્યૂહરચનાના આધારે વધુ સંખ્યામાં પ્રબલિત ટાવર અથવા તેમાં વધુ મજબૂતીકરણ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ્સની વધુ સારી કાર્યક્ષમતા તરફ દોરી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp