શામળાજીથી માલપુર-ગોધરા રોડ પર મસમોટા ખાડા, સોશિયલ મીડિયા પર ટેક્સ ન આપવા અભિયાન

PC: khabarchhe.com

શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ -૨૭ પર માલપુર નગર માંથી પસાર થતા હાઈવે પર મસમોટા ખાડાઓ પડી જતા માલપુરના પ્રજાજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે માલપુર નગરના નાના-મોટા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે રોડ પર પડેલા ખાડાઓના લીધે અકસ્માતનો ભોગ બનતા વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે 

શામળાજી થી માલપુર-ગોધરા સુધીના રોડ પર પડેલા ખાડાઓ પુરવામાં નં આવતા ડિસ્કો રોડથી વાહન ચાલકો  તોબા પોકારી ઉઠ્યા છે ભારે વરસાદથી શામળાજી થી માલપુર-ગોધરા સુધીનો સ્ટેટ હાઇવે અનેક જગ્યાએ ધોવાઇ ગયો છે. જેને લઇ વારંવાર અકસ્માત સર્જાતા છે. આ સાથે વાહનો પણ ખરાબ થતાં હોઇ ચાલકોને મુસાફરી દરમ્યાન સંઘર્ષ કરવો પડે છે. સોશ્યલ મીડિયામાં સ્ટેટ હાઇવે રીપેર કરાવો તો જ ટેક્સ આપવામાં આવશે તેમ કહી ટેક્સ ન ભરીને વાહનચાલકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેટ હાઇવે તંત્ર સમગ્ર મામલે ટોલ કોન્ટ્રાક્ટર ઉપર બધું ઢોળી રહી છે.  

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp