ટાટાને વેલકમ- જાણો ધોલેરામાં કંપનીને કેટલા મેગાવોટ સોલાર પ્રોજેક્ટની મંજૂરી

PC: euroscientist.com

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપની ટાટા પાવર એ ગુજરાતના ધોલેરા સોલાર પાર્કમાં 100 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ વિકસાવવા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) તરફથી લેટર ઓફ એવોર્ડ (એલઓએ) મેળવ્યો છે.

ઉર્જા વિભાગના અધિકારીએ કહ્યું હતું કે આ કંપની દ્વારા પાવર પરચેઝ એગ્રીમેન્ટ (પીપીએ) હેઠળ જીયુવીએનએલને ઉર્જા સપ્લાય કરવામાં આવશેજે કામગીરીની તારીખથી 25 વર્ષના સમયગાળા માટે માન્ય છે. કંપનીએ આ ક્ષમતા જીયુવીએનએલ એ માર્ચ 2020માં જાહેર કરેલી બોલીમાં જીતી લીધી છે. ટાટા પાવર કંપનીએ પીપીએ અમલ થયાની તારીખથી 15 મહિનાની અંદર આ પ્રોજેક્ટ શરૂ કરવો પડશે.

ટાટા પાવર સાથેના આ એવોર્ડથી ધોલેરા સોલાર પાર્કમાં સોલાર પાર્કમાં પાવરની ક્ષમતા 400 મેગાવોટ થઇ જશે. ટાટા પાવરે સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે પાવર ઉત્પાદન કરવાની ક્ષમતા 40 ટકા જેટલી હાંસલ કરી છે. ધોલેરાના આ પ્લાન્ટમાં વર્ષે અંદાજે 246 મિલિયન યુનિટ સોલાર ઉર્જાનું ઉત્પાદન થાય તેવી સંભાવના છે જે થકી વાર્ષિક 246 મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઓફસેટ કરવામાં આવશે.

ઉર્જા વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ટાટા પાવરની રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે ક્ષમતા વધીને 3936 મેગાવોટ થઇ જશે જે પૈકી 2637 મેગાવોટ કાર્યરત છે. આ કરાર પછી બીજી નવી 100 મેગાવોટની ક્ષમતા આ કંપની મેળવશે. આ કંપનીના બીજા પ્રોજેક્ટ્સ પણ અમલીકરણના આખરી તબક્કામાં છે.

 
 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp