ટાટા કંપની અમદાવાદમાં જનમાર્ગની નવી 300 ઇ-બસો દર કિલોમીટરે આટલા ભાવે ચલાવશે

PC: youtube.com

અમદાવાદ જનમાર્ગની શુક્રવારના રોજ મળેલી બેઠકમાં અમદાવાદ શહેરમાં વધતા પ્રદુષણને નિયંત્રિત કરવા જનમાર્ગ દ્વારા ટાટા મોટર્સને 300 ઈ-બસો પુરી પાડવાનુ ટેન્ડર મંજુર કરાયુ છે.ટાટા મોટર્સ આ બસો છથી આઠ માસમાં જનમાર્ગ(બીઆરટીએસ)ને પુરી પાડશે.પ્રતિ કીલોમીટર તંત્ર 62 રૂપિયા ચુકવશે.સરકાર આઠ માસમાં રૂપિયા 416 કરોડની ગ્રાંટની રકમ આપશે.

અમપાના કમિશનર વિજય નહેરાએ આજે આ માહિતી આપતા કહ્યુ,બીઆરટીએસ હાલ 255 બસો દ્વારા રોજ અંદાજીત સાતથી આઠ લાખ મુસાફરોનુ પરિવહન કરે છે.જનમાર્ગે ઈ-ટેન્ડરથી અશોક લેલેન્ડ પાસેથી 50 ઈ-બસોનો કોન્ટ્રાકટ આપેલો છે.જે પૈકી 18 બસો સ્વેપ ટેકનોલોજીવાળી મળી છે.ફાસ્ટ ચાર્જીંગ વાળી 32 બસો મેળવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.પ્રદુષણને ઘટાડવા જનમાર્ગ દ્વારા 300 બસો માટે માર્ચ-2019માં ટેન્ડર બહાર પાડયા હતા.જે બાદ ત્રણ કંપનીઓએ રસ બતાવ્યો હતો.જેમાં ટાટા ઉપરાંત અશોક લેલેન્ડ અને ઈવે ટ્રાન્સનો સમાવેશ થતો હતો.પરંતુ ટાટા એલ-વનમાં આવતા અને તેણે બધા જ ટેકસ અને રીવાઈઝડ જીએસટી સાથે પ્રતિ કીલોમીટર 62 રૂપિયાનો ભાવ આપતા તેને આ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.બસોની ડીલીવરી છથી આઠ માસમાં મળશે.જયારે રાજય સરકાર આઠ વર્ષમાં રૂપિયા 416 કરોડ અમદાવાદ જનમાર્ગને આપશે.

જનમાર્ગ સ્મોલ સ્કેલને રૂપિયા ચુકવતી ન હોવાનો આક્ષેપ

વિપક્ષ નેતા દિનેશ શર્માએ કહ્યુ,જાહેર પરિવહન સેવા નફાના હેતુથી હોય જ નહી પણ ખોટ એટલી પણ ન હોવી જાઈએ જે ભરપાઈ ન થઈ શકે.અમદાવાદ જનમાર્ગના હિસાબોનુ ઓડીટ કેમ મ્યુનિ.માં કરાવાતુ નથી.બીઆરટીએસ દસ વર્ષથી ખોટના ખાડામા ઉતરી રહી છે.તેમણે આક્ષેપ કરતા કહ્યુ,જનમાર્ગ વડાપ્રધાનની યોજના છે.સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ પાસે કરાવવામાં આવેલા કામોના નાણા તાકીદે ચુકવી દેવા જાઈએ આમ છતાં ચુકવતી નથી.કમિશનર જનમાર્ગની સાચી સ્થિતિ સ્પષ્ટ કરે.  

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp