ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટનો ફર્સ્ટ ફેઝ પૂરો થવાનો સમય જાહેર

PC: financialexpress.com

ગુજરાતમાં અમદાવાદ પાસે આકાર લઇ રહેલા ધોલેરા સિટી નજીક આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેનો પહેલો તબક્કો ડિસેમ્બર 2024માં પૂર્ણ કરાશે. આ પ્રથમ તબક્કામાં રનવે 3200 મીટરનો બનશે જે બીજા તબક્કામાં 3800 મીટર સુધી લઇ જવાશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટની તાજેતરમાં સમીક્ષા કરી હતી.

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ (ડીઆઇએસીએલ) કે જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો 51 ટકા, ગુજરાત સરકારનો 33 ટકા અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ટ્રસ્ટનો 16 ટકા હિસ્સો છે. આ કંપનીને રાજ્ય સરકારે 3000 એકર જમીન લીઝ પર આપી છે.

કંપનીના એક્ઝિક્યુટીવે કહ્યું હતું કે ધોલેરા ઇન્ટરનેશન એરપોર્ટ પરથી 4E એરક્રાફ્ર્ટ ઉડી શકે તે માટે યોગ્ય એવો 3200 મીટર લાંબો રનવે વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં બીજો રનવે બનાવવામાં આવશે. જ્યારે ત્રણેય તબક્કા પૂર્ણ થશે ત્યારે આ એરપોર્ટ પરથી 100 મિલિયન જેટલા મુસાફરો પ્રતિવર્ષ આવન-જાવન કરી શકશે.

પહેલા તબક્કામાં સમાન સંખ્યામાં વિમાન પાર્કિંગ માટે 12 એપ્રોન બનાવવામાં આવશે અને 20,000 ચોરસમીટર જમીનમાં પેસેન્જર ટર્મિનલ બનશે. 3000 ચોરસમીટરથી વદુના અલગ અલગ એટીસી ટાવર સાથે કાર્ગો ટર્મિનલ પણ આ એરપોર્ટમાં બનાવવામાં આવશે.

અમદાવાદ થી ધોલેરા એરપોર્ટને કનેક્ટિવિટી મળે તે માટે સરકરે 3500 કરોડ રૂપિયાના ખર્ચે 100 કિલોમીટર લાંબો સિક્સલેન એક્સપ્રેસ હાઇવે તૈયાર કરવાનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ હાઇવે માટે સરકારે અમદાવાદ અને ધોલેરા આસપાસની 162 હેક્ટર જમીન ખેડૂતો પાસેથી સંપાદન કરી છે.

અમદાવાદ થી ધોલેરા એસઆઇઆર 80 કિલોમીટર દૂર છે અને ત્યાંથી એરપોર્ટ બીજા 20 કિલોમીટર દૂર છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યોહતો ત્યારે તેનો કુલ ખર્ચ 5100 કરોડ અંદાજવામાં આવ્યો હતો, પરંતુ કોરોના સંક્રમણના સમયમાં કામ નહીં થવાથી બે વર્ષનો વિલંબ થતાં તેની પ્રોજેક્ટ કોસ્ટમાં 20 ટકાનો વધારો થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp