26th January selfie contest

IPL 2020 આ દેશમાં આયોજિત કરવાની યોજનામાં BCCI- રિપોર્ટ

PC: totaltv.in

BCCI દુનિયાની સૌથી મોટી ટી20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ના આયોજનને લઇ ખૂબ જોર લગાવી રહ્યું છે. ભારતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ હજુ પણ કાબૂમાં નથી તો બોર્ડને અંદેશો છે કે આવી પરિસ્થિતિમાં લીગને વિદેશમાં જ આયોજિત કરી શકાય છે. એવામાં BCCI પોતાના સેન્ટ્રલ કરાર વાળા ખેલાડીઓનું નેશનલ કેમ્પ અને IPLને દેશની બહાર જ આયોજિત કરવાની યોજના બનાવી રહી છે.

એમ તો બોર્ડની પહેલી પસંદ મુંબઇ હતું, પણ ત્યાં જે રીતે કોરોનાને કારણે પરિસ્થિતિ વણસી રહી છે તેને જોતા BCCIએ યૂએઇને પોતાની પસંદ બનાવી છે. એક્સપ્રેસમાં છપાયેલી એક ખબર અનુસાર, BCCIથી જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, IPLનું આયોજન યૂએઇમાં કરવામાં આવશે. આ રિપોર્ટ અનુસાર, જો મુંબઇમાં કોરોનાની સ્થિતિમાં ફેરફાર થાય છે તો પછી જુદી વાત છે. એવામાં ત્યાં નેશનલ કેમ્પનું આયોજન કરવું પણ યોગ્ય છે. એકવાર જ્યારે IPL માટે સ્થાન નક્કી કરી લેવામાં આવશે તો બીજી બાબતો પર પણ કામ જલદી આગળ વધી જશે.

જણાવી દઈએ કે, આ પહેલા અમીરાત ક્રિકેટ બોર્ડે BCCI સમક્ષ એની ઓફર રજૂ કરી હતી કે તેઓ ઈચ્છે તો આ વખતે પોતાની લીગનું આયોજન તેમના ત્યાં કરી શકે છે. જૂન મહિનામાં આ સંબંધમાં ગલ્ફ ન્યૂઝમાં આ ખબર છપાઇ હતી.

હાલમાં તો BCCIએ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આ લીગના આયોજનની યોજના બનાવી લીધી છે. કારણ કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનારો ટી20 વર્લ્ડ કપ પણ રદ્દ થતો જોવા મળી રહ્યો છે. જોકે, આ બાબતે અંતિમ નિર્ણય તો ICCની મીટિંગમાં જ લેવાશે. 17 જુલાઇના રોજ BCCIની અપેક્સ કાઉન્સિલની બેઠક છે, જેમાં આ મુદ્દાને લઇ ચર્ચા કરવામાં આવશે.

જોકે, એ પણ નક્કી છે કે યૂએઇમાં કેમ્પ આયોજિત કરવો સરળ રહેશે નહીં. કારણ કે BCCI ખેલાડીઓની ફિટનેસ તપાસમાં માટે નાના કેમ્પનું આયોજન કરવા માગે છે. પણ જો IPL નક્કી થાય છે તો પછી આ લીગની ફ્રેન્ચાઇઝી પણ ઇચ્છશે કે ટૂર્નામેન્ટ પહેલા પોતાના કેમ્પનું આયોજન કરે.

ઉલ્લેખનીય છે કે, IPL 2020 માર્ચ મહિનાના અંતમાં શરૂ થવાની હતી. પણ દેશમાં કોરોનાનો પગ પેસારો થતાં આ લીગને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. પણ ત્યાર બાદ જે રીતે દેશમાં કેસો વધી રહ્યા છે તેને લઇ આ લીગ મેચને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. જોકે, તેના શરૂ થવાને લઇ ચર્ચાઓ ચાલતી રહે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp