વોર્નરે પસંદ કરી પોતાની ઓલટાઇમ IPL XI ટીમ, જાણો કોહલી-ધોનીને જગ્યા આપી કે નહીં

PC: ndtvimg.com

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઈઝી ટીમ સનરાઈઝ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ઓલ ટાઈમ IPL પ્લેઇંગ ઈલેવન ટીમ પસંદ કરી છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, મિશેલ સ્ટાર્ક જેવા દિગ્ગજ ખેલાડીયોએ જગ્યા આપી છે. જોકે તેમની ટીમમાં યુવરાજ સિંહ, શેન વૉટશન, લસિથ મલિંગા જેવા મોટા નામ સામેલ નથી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વોર્નરની કેપ્ટનીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે એક વાર IPL ટાઈટલ પોતાના નામે કર્યુ છે. કેરેબિયન ટીમના અને મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર કાઇરન પોલાર્ડને પણ વોર્નરની આ ખાસ પ્લેઇંગ ઈલેવનમાં જગ્યા મળી છે.

હર્ષા ભોગલે સાથે ઈન્ટરવ્યુ દરમિયાન વોર્નરે આ ટીમ પસંદ કરી હતી. જેમાં ઓપનિંગ બેટ્સમેનની રીતે તેમણે પોતાની સાથે મુંબઈના કેપ્ટન રોહિત શર્માને પસંદ કર્યા છે જ્યારે ત્રીજા નંબરના બેટ્સમેન માટે તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીને જગ્યા આપી છે. નંબર ચાર માટે વોર્નરે ચેન્નાઈ સુપર કિંગ્સના સુરેશ રૈનાને જગ્યા આપી છે. નંબર પાંચ અને છ પર તેમણે બે ઓલરાઉન્ડર ખેલાડીઓને પસંદ કર્યા છે જેમાંથી એક હાર્દિક પંડ્યા અને બીજા ગ્લેન મેક્સવેલ છે. નંબર સાત પર બેટિંગ માટે તેમણે વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ કર્યા છે.

નંબર આઠ પર તેમણે મિશેલ સ્ટાર્ક અને નંબર નવ પર તેમણે મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહને ટીમમાં સામેલ કર્યા છે. નંબર 10 પર તેમણે આશિષ નેહરા અને 11માં ખેલાડી તરીકે યઝુવેન્દ્ર ચહલને ટીમમાં રાખ્યા છે. મલિંગા, યુવરાજ, એબી ડીવિલિયર્સ, શેન વોટસન જેવા મોટા નામ આ પ્લેઇંગ ઈલેવનનો ભાગ નથી.

રોહિત શર્મા

ડેવિડ વોર્નર

વિરાટ કોહલી

સુરેશ રૈના

હાર્દિક પંડ્યા

ગ્લેન મેક્સવેલ

એમએસ ધોની

મિશેલ સ્ટાર્ક

જસપ્રીત બૂમરાહ

આશીષ નેહરા

યઝુવેન્દ્ર ચહલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp