26th January selfie contest

ICC T20 વર્લ્ડ કપ સ્થગીત, IPLનો રસ્તો સાફ

PC: google.co.in

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે થનારો T20 વર્લ્ડ કપ સોમવારે સ્થગિત કરી દીધો છે. તેનાથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે ઓક્ટોબર, નવેમ્બરમાં IPL આયોજન કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ICC તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત પુરુષ T20 વર્લ્ડ કપ 2020ને COVID-19 મહામારીના કારણે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપનું આયોજન 19 ઓક્ટોબર-15 નવેમ્બર સુધી થવાનું હતું, પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મેના મહિનામાં જ ICCને જાણકારી આપી દીધી હતી કે હાલની પરિસ્થિતિઓમાં ટૂર્નામેન્ટની મેજબાની કરવું લગભગ અસંભવ હશે. 16 આંતરરાષ્ટ્રીય ટીમો માટે આઈસોલેશનની વ્યવસ્થા કરવી મુશ્કેલ થશે. એ સાથે જ વર્ષ 2023માં ભારતમાં પ્રસ્તાવિત વનડે વર્લ્ડ કપ માર્ચ-એપ્રિલની જગ્યાએ નવેમ્બરમાં રમાશે. જેથી ક્વોલિફાય પ્રક્રિયા માટે સમય મળી શકે.

ભારતમાં પણ કોરોના વાયરસના કેસોમાં ઘણો વધારે થયો છે. જો એવામાં IPLનું આયોજન થાય, તો કેન્દ્ર સરકાર તરફથી સ્વીકૃતિ મળતા IPL, UAEમાં કરાવી શકાય છે. BCCIની એપેક્ષ કાઉન્સિલના એક સભ્યએ જણાવ્યું હતું કે, ‘પહેલું પગલું એશિયા કપને સ્થગિત કરવાનું હતું જે થઈ ગયું છે. વર્લ્ડ કપના નિર્ણય બાદ જ પોતાની યોજના પર આગળ વધી શકાય છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આજેની બેઠકમાં ICC બોર્ડે COVID-19ના કારણે પ્રભાવિત ક્રિકેટને પૂરી કરવા માટે કેલેન્ડરમાં વધારે સ્પષ્ટતા લાવવાનો પ્રયત્ન કર્યો છે. જેથી સૌથી સારો અવસર મળે.’ ICCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પુરુષ T20 વર્લ્ડ કપ હવે આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં આયોજિત કરવામાં આવશે. તો ફાઇનલ 14 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપ 2022 હવે ઓક્ટોબર-નવેમ્બર 2022માં રમાશે. જેની ફાઈનલ મેચ 26 નવેમ્બરે થશે. ICCએ પોતાની ત્રણે ટુર્નામેન્ટનો સમય પણ બદલ્યો છે.

T20 વર્લ્ડ કપ 2020 સ્થગિત થયા બાદ હવે IPLનો રસ્તો સાફ થઈ ગયો છે. એક રિપોર્ટ મુજબ, BCCI IPLની 13મી સિઝનનું આયોજન 26 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર વચ્ચે કરાવવાની બાબતે વિચારી કરી રહ્યું છે. એમ પણ સંભવ છે કે, BCCI IPLનું 13મું સિઝન UAEમાં કરાવી શકે છે. IPLની મેજબાની માટે શ્રીલંકા અને UAE પહેલા જ BCCI સામે મેજબાનીનો પ્રસ્તાવ આપી ચુક્યા છે. અત્યાર સુધી બેવાર IPLને બહાર સ્થાનાંતરીત કરવામાં આવી છે. વર્ષ 2009માં IPL ટુર્નામેન્ટને લોકસભાની ચૂંટણીના કારણે દક્ષિણ આફ્રિકામાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2014ની ચૂંટણીના સમયે પણ IPLના પહેલા બે અઠવાડિયાની મેજબાની UAEએ કરી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp