સનરાઈઝર્સ સામે જીત બાદ પંજાબના કેપ્ટન કેએલ રાહુલે જીત અંગે જુઓ શું કહ્યું

PC: indiatoday.in

IPLની હાલમાં ચાલી રહેલી સીઝનમાં સામાન્ય શરૂઆત કર્યા પછી સતત ચાર મેચમાં જીત હાંસલ કરનારી ટીમ કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન કે એલ રાહુલે ગઈકાલની સનરાઈઝ હૈદરાબાદ સામેની મેચમાં જીત બાદ કહ્યું હતું કે, તેમની ટીમ જીત માટેની આદત બનાવી રહી છે જે ટુર્નામેન્ટના પહેલા હાફમાં નહીં હતી.

મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ  અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પછી પંજાબે શનિવારે માત્ર 126 રન બનાવ્યા પછી પણ સનરાઈઝ હૈદરાબાદને 12 રનથી હાર આપીને જીત હાંસલ કરી હતી. પોતાની જીત પછી રાહુલે કહ્યું હતું કે અમે જીતની આદત પાડી રહ્યા છીએ. જીત એક આદત છે, જે અમારામાં પહેલા હાફમાં નહોતી જોવા મળી. હું નિશબ્દ છું. ઓછા સ્કોરવાળી મેચમાં 10-15 રનનું ઘણું મહત્ત્વ હોય છે. બધાએ આ જીતમાં પૂરતુ યોગદાન આપ્યું છે. માત્ર ખિલાડીઓ જ નહીં પરંતુ સહયોગી સ્ટાફે પણ.

તેણે કહ્યું હતું કે, બે મહિનામાં ઘણું બધુ બદલાઈ શકે તેમ નથી પરંતુ સ્ટાફે ઘણી મહેનત કરી છે. અમે પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે હતા પરંતુ હાર્યા વગર અમે કોશિશ ચાલુ રાખી હતી અને જીતના રસ્તા પર પાછા આવવાની ખુશી છે. સનરાઈઝના કેપ્ટન ડેવિ વોર્નરે કહ્યું કે તેમના બોલરો પંજાબની ટીમના બેટ્સમેનોને માત આપી શક્યા નહીં. આ હારનું ઘણું દુખ છે. બોલરોએ તેમને ઓછા સ્કોર પર રોકવાનું ઘણું સારું કામ કર્યું હતું પંરતુ બેટિંગમાં સારી શરૂઆત કર્યા પછી અમે અમારી લય ગુમાવી દીધી. હવે આ મેચની હારને ભૂલાવીને આગામી મેચ અંગે વિચારવું પડશે. જેમાં પહેલેથી શરૂઆત કરવી પડશે.

રાહુલે વધુમાં ટીમ અંગે વાત કરતા કહ્યું હતું કે ટીમના પરફોર્મન્સને સુધારવામાં કોચ અનિલ કુંબલે, એન્ડી ફ્લાવર અને જોન્ટી રોડ્સ અને વસીમ જાફરે ઘણી મહેનત કરી છે. જેનું રિઝલ્ટ આજે જોવા મળી રહ્યું છે. ગઈકાલની મેચમાં પંજાબની ટીમ પહેલા બેટિંગ કરીને માત્ર 126 રન બનાવી શકી હતી. જ્યારે હૈદરાબાદ તરફથી શરૂઆતમાં જ સારા રન બનાવવામાં આવ્યા હતા. ટીમના કેપ્ટન ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ માત્ર 6 ઓવરમાં જ 52 રન કર્યા છે, જે પરથી લાગતું હતું કે તેમની જીત નિશ્ચિત છે પરંતુ પછી પંજાબના સ્પિનરોએ પોતાનો જાદુ પાથરવાનું શરૂ કરતા સનરાઈઝર્સ 114 રનમાં સમેટાઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp