ચીની મોબાઈલ કંપની Vivo નહીં રહેશે IPLની સ્પોન્સર, વિરોધ બાદ બદલાયો નિર્ણય

PC: indiatvnews.com

IPLના મુખ્ય સ્પોન્સર Vivoની સાથે BCCIએ પોતાનો આ વર્ષનો કરાર તોડી દીધો છે. આવતા વર્ષે એટલે કે 2021માં ફરી એકવાર Vivo IPLના મુખ્ય સ્પોન્સર રહેશે, જે 2023 સુધી રહેશે. તેનો અર્થ થાય છે કે, IPL 2020 માટે નવા સ્પોન્સરની જાહેરાત બોર્ડ ટૂંક સમયમાં કરશે. જણાવી દઇએ કે, રવિવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ચીની કંપનીની સાથે કરાર તોડવામાં આવશે નહીં. પણ સોશિયલ મીડિયા પર વિરોધ થયો. દેશના ઘણાં નામી લોકોએ પણ બોર્ડના આ નિર્ણયનો વિરોધ કર્યો અને તેમની ટીકા કરી. જ્યારે વાત વધારે આગળ નીકળી ગઇ તો બોર્ડે હવે Vivoને મુખ્ય સસ્પોન્સર તરીકે અલગ કરવાનો નિર્ણય લીધો છે.

ચીની મોબાઈલ કંપની Vivo IPLના આવતા એડિશનમાં લીગ સ્પોન્સર રહેશે નહીં. ભારતમાં ચીન સાથેના વિવાદ પછી ભારતમાં ચીની સામાનોનો બહિષ્કાર થઇ રહ્યો છે. એવામાં જ્યારે IPL ગવર્નિંગ કાઉન્સિલે જ્યારે સ્પોન્સર રિટેન કરવાની વાત કહી હતી, ત્યારે પણ સોશિયલ મીડિયા પર લોકોએ તેનો વિરોધ કર્યો હતો. RSSએ પણ સોમવારે આ વાતનો વિરોધ કર્યો હતો. તેના એક દિવસ પછી Vivoના સ્પોન્સરશિપથી હટી જવાની ખબર સામે આવી છે. IPL 2020 સાથે મુખ્ય સ્પોન્સર Vivoની સાથે BCCIએ કરાર તોડી દીધો છે.

આ પહેલા કાઉન્સિલે આવનારી સીઝન માટે પણ ચીની મોબાઈલ કંપનીની સ્પોન્સશિપના કરારને જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારે બોર્ડે કરારમાં સમીક્ષા કરવાનો વાયદો કર્યો હતો પણ IPLમાં પણ આ કંપનીને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો.

સ્વદેશી જાગરણ મંચે કહ્યું કે, ટી20 ક્રિકેટ મેચોનું આયોજન કરનારી સંસ્થા IPL દ્વારા એક ચીની કંપનીને સ્પોન્સર બનાવી રહી છે તે નિર્ણય ચોંકાવનારો છે. તેમના આ નિર્ણયથી IPL ગવર્નિંગ કાઉન્સિલે ચીને કરેલા જનાઘ્ય કૃત્યથી શહીદ થયેલા સૈનિકો પ્રત્યે પોતાનું અપમાન પ્રગટ કર્યું છે. બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે, હાલની નાણાકીય કઠિન પરિસ્થિતિને જોતા આટલા ઓછા સમયમાં બોર્ડ માટે નવો સ્પોન્સર શોધવો મુશ્કેલ રહેશે.

જણાવી દઇએ કે, IPLનો ટાઇટલ સ્પોન્સર Vivo દર વર્ષે બોર્ડને 440 કરોડ રૂપિયા આપે છે અને 5 વર્ષના આ કરાક 2022માં સમાપ્ત થશે. IPL 2020ની શરૂઆત 19 સપ્ટેમ્બરથી દુબઈમાં થવાની છે. IPLની 13મી સીઝન માટે તેના શેડ્યુલની જાહેરાત પણ જલદી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp