વીવીએસ લક્ષ્મણે જણાવ્યું રોહિત શર્માના IPLમા સફળ કેપ્ટન તરીકેનું રહસ્ય

PC: toiimg.com

વેરી વેરી સ્પેશ્યિલ નામથી જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે રોહિત શર્માની ખૂબ પ્રશંસા કરી છે. લક્ષ્મણનું કહેવું છે કે, રોહિતનું ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કેપ્ટન તરીકે સફળ રહેવાનું સૌથી મોટું કારણ દબાણની પરિસ્થિતિમાં શાંત બની રહેવાનું છે. મુંબઈ ઈન્ડિયન્સના 33 વર્ષીય કેપ્ટન રોહિતે અત્યાર સુધીમાં IPLના 4 ખિતાબ જીત્યા છે. જે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીથી એક ખિતાબ વધારે છે. તેને કારણે રોહિત IPLના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન બની ગયો છે.

લક્ષ્મણે યાદ કર્યું કે, ડેક્કન ચાર્જર તરફથી પહેલી IPL સીઝનમાં રમતા રોહિતે એક બેટ્સમેન અને નેતૃત્વના રૂપમાં કઈ રીતે શ્રેષ્ઠ બન્યો. લક્ષ્મણે સ્પોર્ટ સ્ટારના એક કાર્યક્રમમાં કહ્યું કે, તે ડેક્કન ચાર્જરની ટીમમાં રહેતા જ કેપ્ટનસી કરવામાં માહેર થઈ ગયો હતો. જ્યારે તે પહેલા વર્ષે આવ્યો તો યુવા ખેલાડી હતો અને ત્યારે તે ટી20 વર્લ્ડ કપમાં જ રમ્યો હતો. તેને ત્યારે ભારત તરફથી રમતા વધારે સમય થયો નહોતો.

લક્ષ્મણે કહ્યું કે, અમારી ટીમ IPLની પહેલી સીઝનમાં સારુ પ્રદર્શન કરી શકી નહોતી, પણ રોહિતે ખૂબ જ સારી રમત દર્શાવી હતી. તેણે જે રીતે મિડલ ઓર્ડરમાં દબાણમાં બેટિંગ કરી તે શાનદાર હતી.

IPLમાં સૌથી વધારે રન કરવાના મામલે રોહિત ત્રીજા સ્થાને

રોહિત IPLમાં સૌથી વધારે રન કરવાના મામલે ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં 188 મેચોમાં 31.60ના સરેરાશે 4898 રન બનાવ્યા છે. જેમાં તેનો હાઈયેસ્ટ સ્કોર અણનમ 109 રન રહ્યા છે.

લક્ષ્મણે કહ્યું કે, દરેક મેચ અને એક પછી એક સફળતા પછી તેનામાં આત્મવિશ્વાસ વધ્યો છે. તે અગત્યના ગ્રુપમાં સામેલ થઈ ગયો છે. તે યુવા ખેલાડીને મદદ કરે અને પોતાના વિચાર રજૂ કરે છે. જે તેની કેપ્ટન્સીના શરૂઆતી લક્ષણ હતા. પણ સૌથી મહત્વપૂર્ણ દબાણની પરિસ્થિતિમાં રમવાનું હતું. જેમાં તે સફળ સાબિત થયો હતો અને તે સતત શ્રેષ્ઠ બનતો ગયો. એજ કારણ છે તે રોહિત IPL ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp