10 વર્ષના છોકરા દ્વારા પ્રેગનન્ટ થઈ 13 વર્ષની કિશોરી, ડૉક્ટર-પરિવાર હેરાન

PC: intoday.in

પ્રેગ્નેંટ થયા બાદ એક  13 વર્ષની કિશોરીએ કહ્યું કે, તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો પિતા તેનો 10 વર્ષનો પ્રેમી છે. કિશોરીએ કહ્યું કે તે 1 વર્ષ પહેલા છોકરાને મળી હતી અને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો.

ડરિયા અને ઈવાન નામનું આ કપલ રશિયાનું છે. એક ટીવી શોમાં તેમણે તેમના સંબંધ અંગે વાત કરી. ઈવાનની તપાસ કરનાર ડોક્ટરે કહ્યું કે, તે સ્પર્મ પ્રોડ્યુસ કરવા માટે ઘણો નાનો છે, તે બાળકનો પિતા નહીં હોઈ શકે. પણ કિશોરીએ આ વાતની ના પાડી દીધી. એક સાઈકોલોજિસ્ટે કિશોરીની તે વાતનું સમર્થન પણ કર્યું.

બંને બાળકોના વાલીઓની પરવાનગી બાદ બંને ટીવી શોમાં આવ્યા. વાલીએ બંનેની મેડિકલ તપાસ કરવાની પરવાનગી પણ આપી હતી. આ કપલને લઈને સ્થાનીય સમાજમાં ગંભીર ચર્ચા ચાલી રહી છે.

8 અઠવાડિયાનો ગર્ભ ધારણ કરનાર ડરિયા અને તેની માતા તે બાળકને રાખવા માગે છે. ડરિયાની 35 વર્ષીય માતા એલેનાએ કહ્યું, તેની દીકરીએ પોતે સંબંધની કબૂલાત કરી હતી.

તો ઈવાનની માતાને પણ લાગે છે કે તેનો દીકરો સાચું હોલી રહ્યો છે. કે તે જ બાળકનો પિતા છે. તે કહે છે કે, હું સમજું છું કે મારા દીકરાને આ વાતની સમજ નહીં હશે કે શું થયું છે. તે માત્ર બાળક છે, ભલે પોતાને મોટો માને છે.

ડરિયાએ કહ્યું, તે અને તેનો બૉયફ્રેન્ડ બંને એકબીજાનું ધ્યાન રાખે છે. બંનેએ સોશિયલ મીડિયા પર પોતાને મેરિડ પણ કહી દીધા છે. જોકે, સ્થાનિક લોકોના ગુસ્સાનો આ કપલે સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp