છાતીમાં દુઃખાવો અને શ્વાસમાં તકલીફઃ કોરોનાના શરીરમાં મોજૂદ આ લક્ષણોનું એક પરિણામ

PC: indiatoday.in

કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ્સ રોજ વધુ ખતરનાક થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમણનું એવું ભયાનક રૂપ સામે આવ્યું છે જેમાં દર્દી શરૂઆતના સ્ટેજ પર જ ગંભીર રીતે બીમાર પડી રહ્યા છે. ગંભીર લક્ષણ દેખાયા પછીના થોડા દિવસોની અંદર જ દર્દીના મોત થઇ રહ્યા છે. છાંતીમાં દુઃખાવો આવું જ એક અસાધારણ લક્ષણ છે, જેમાં ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.

ડૉક્ટર્સનું કહેવું છે કે કોરોના પોઝિટિવ દર્દીઓને છાતીમાં દુઃખાવો એક સામાન્ય લક્ષણ છે, જે હળવા કેસોમાં પણ જોઇ શકાય છે. જે દર્દીની ઓવરઓલ રેસ્પિરેટરી હેલ્થનું સંકેત છે. કોરોના સંક્રમણ દરમિયાન છાંતીમાં દુઃખાવો ઘણાં કારણોને લઇ વધી શકે છે.

છાંતીમાં દુઃખાવો શા માટે થાય છેઃ

છાંતીમાં દુઃખાવો કે એક પ્રકારે ગભરાણ થવી કોરોનાનું એકમાત્ર લક્ષણ નથી, બલ્કે આ શરીરમાં મોજૂદ લક્ષણોનું જ એક પરિણામ હોઇ શકે છે. ઘણીવાર દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પણ હોઈ શકે છે. કોરોનાને કારણે છાંતીમાં દુઃખાવો અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શનના કારણે થાય છે અને તે ક્યારેય પણ એકલું થતું નથી. એવામાં તરત ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર હોય છે.

સૂકી ખાંસીઃ

સૂકી ખાંસી કોરોના પોઝિટિવ દર્દીઓમાં દેખાતો એક સામાન્ય લક્ષણ છે. કોરોનામાં થનારી ખાંસી દર્દીના રેસ્પિરેટરી સિસ્ટમને અલગ રીતે પ્રભાવિત કરે છે. સતત થતી સૂકી ખાંસીથી પણ છાંતીમાં દુઃખાવો વધે છે. એવામાં ગંભીર ખાંસી પણ શ્વાસ લેવામાં તકલીફનું કારણ હોઇ શકે છે. જે પાંસળીઓ અને છાંતીની પાસે માંસપેશીઓનું તૂટવાનું એક કારણ પણ હોઇ શકે છે.

કોવિડ ન્યૂમોનિયાઃ

આ પણ એક ગંભીર લક્ષણ છે, જેમાં દર્દીની વધુ દેખરેખ કરવાની જરૂર હોય છે. આ તકલીફ ફેફસાના એયર બેગમાં ઇંફ્લેમેશનના વધવાના કારણે થાય છે. જેમાં છાંતીમાં ફ્લ્યૂડ વધવા લાગે છે અને લક્ષણ વધુ ગંભીર થવા લાગે છે. દર્દીઓને આ તકલીફ રાતે વધારે થાય છે.

ઇન્ફ્લેમેશનઃ

કોરોનાની બીજી લહેરમાં ફેફસાથી જોડાયેલી સમસ્યા વધારે જોવા મળી રહી છે. ડૉક્ટરોનું કહેવું છે કે ફેફસામાં થતું ઈન્ફ્લેમેશન છાંતીમાં દુઃખાવો અને ગભરામણનું એકમાત્ર કારણ પણ હોઇ શકે છે. આ પ્રકારના કેસોમાં એક ચેસ્ટ એક્સ-રે ક્યાં તો સીટી-સ્કેન કરવાની સલાહ આપવામાં આવી શકે છે. જેથી ફેફસામાં સંક્રમણનું લેવલ જાણી શકાય.

હાર્ટ સંબંધી રોગ

કાર્ડિએક ડિસીઝ કે કોરોનરી આર્ટરી ડિસીઝથી ઝઝૂમી રહેલા લોકોએ પણ આના પર ધ્યાન આપવું જોઇએ. શરીરમાં ઝડપથી ફેલાતું આ સંક્રમણ કોઇ પહેલાથી થયેલ રોગને પણ ટ્રિગર કરી શકે છે. જે માયોકાર્ડાઈટિસ, માએલ્ઝિયા સહિત ઘણી રીતની હાર્ટ સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે.

લોહીમાં સંક્રમણઃ

કોરોના આપણા શરીર પર ખાસ્સી ખરાબ અસર કરે છે. કોરોના શરીરમાં લોહીના માધ્યમે ફેલાય છે. જે પલ્મોનરી એમ્બોલિઝ્મનનું કારણ બની શકે છે. જેમાં એક બલ્ડ ક્લોટ તૂટીને ફેફસામાં ફેલાઇ જાય છે. જેનાથી ન માત્ર દર્દીને છાંતીમાં દુઃખાવો થાય છે, પણ ફેફસામાં લોહીની સપ્લાઇને પણ રોકે છે.

ડૉક્ટર્સ કહે છે કે, સૂકી ખાંસી અને તાવની સાથે શ્વાસ લેવામાં તકલીફ કોરોના સંક્રમણનું એક મજબૂત સંકેત છે. સતત ખાંસીથી આપણી રેસ્પિરેટરી ટ્રેક્ટ પર દબાણ વધે છે. આવી સ્થિતિમાં ઘણીવાર માનવી હાંફવા માંડે છે.

આ કોઇ સામાન્ય ફ્લૂ નથી બલ્કે કોરોના વાયરસ છે. એક સ્ટડીમાં લગભગ 40 ટકા કોરોના સંક્રમિત દર્દીઓને શ્વાસમાં તકલીફ હોવાની વાત કબૂલી છે. એવામાં જો કોઇ વ્યક્તિનું ઓક્સિજન લેવલ 94થી નીચે જાય છે તો તરત ડૉક્ટરનો સંપર્ક કરી લેવો જોઇએ. ઓક્સિજનના સતત નીચે જવાના કારણે ઓક્સિજન સપોર્ટ મળવો ખૂબ જ જરૂરી હોય છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp