સેક્સ પછી આ વસ્તુઓ એકદમ સામાન્ય છે, ગભરાશો નહીં

PC: youaremom.com

સેક્સ એ એક વિષય છે કે જેના વિશે લોકો વાત કરવામાં અચકાતા હોય છે અને સાચી માહિતીના અભાવને કારણે ખોટી ધારણાઓ પણ કરે છે. સેક્સની ફક્ત તમારા શરીરની જ જરૂર હોતી નથી, પરંતુ તમારા જીવનસાથીને તમારી સાથે ભાવનાત્મક રૂપે જોડવા માટે પણ જરૂરી છે. સેક્સ પછી ઘણી વાર આવી સ્થિતિ આવે છે કે તમે તેના વિશે થોડી ચિંતા થતી હોય છે. અહીં એવી કેટલીક બાબતો છે જે કદાચ સામાન્ય ન લાગે પણ એકદમ સામાન્ય છે...

સ્ત્રીઓને વીર્ય લિક થવા જેવું લાગવું 

જો તમારા જીવનસાથીએ કોન્ડોમનો ઉપયોગ કર્યો નથી, તો સ્ત્રીઓ સંભોગ કર્યા પછી જાણે વીર્ય લિક થઈ રહ્યું હોય તેવું અનુભવી શકે છે. સીમન યોનિમાર્ગમાં સ્રાવ પછી થોડુંક બહાર આવવું સામાન્ય છે. જો તમને તે અન્કન્ફરટેબલ લાગે તો તરત જ તેને સાફ કરો.

સેક્સ પછી પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ

ખાનગી ભાગો ખૂબ સંવેદનશીલ હોય છે. સંભોગ દરમિયાન, ખંજવાળ ઘર્ષણને કારણે અથવા કોન્ડોમની એલર્જીને કારણે થઈ શકે છે. કેટલીકવાર ત્વચામાં લાલાશ આવી શકે છે. આવી સ્થિતિમાં, આ સમસ્યા મોટાભાગે સમય સાથે ઠીક થઈ જાય છે, પરંતુ જો તમને વધારે સમસ્યાઓનો સામનો કરવો પડે તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

શરીર પર પેચ

સેક્સ પછી ઘણી વખત, સ્તન, ચહેરા પર લાલ અથવા બ્લ્યુ રંગના પેચીઝ દેખાય છે. આ પેચીઝ ઓર્ગેઝમ પછી જોવામાં આવે છે કારણ કે સેક્સ દરમિયાન શરીર ઉત્તેજીત થાય છે. લોહીનો પ્રવાહ વધે છે. જ્યારે શરીર સામાન્ય સ્થિતિમાં આવવાનું શરૂ કરે ત્યારે આ પેચીઝ દેખાઈ શકે છે, તેઓ ટૂંકા સમયમાં સાજા થઈ જાય છે.

ઉંઘ આવવી

સેક્સ પછી ઉંઘ સામાન્ય છે. આખા દિવસના થાક પછી ઓર્ગેઝ્મમાંથી બહાર નીકળેલા ન્યુરોકેમિકલ્સ ઉંઘ માટે જવાબદાર છે. ઉત્તેજના દરમિયાન, શરીર એન્ડોર્ફિન્સ મુક્ત કરે છે, જે કુદરતી પેઇનકિલર્સ છે, શરીરને આરામ થતાંની સાથે જ ઉંઘ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp