પુરુષો લાઇફ પાર્ટનર વિના નથી જીવી શકતા! રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

PC: healthline.com

ખુશહાલ જીવન જીવવા માટે દરેક વ્યક્તિને એક પાર્ટનરની જરૂર હોય છે. પુરુષ હોય કે પછી મહિલા દરેક વ્યક્તિને પાર્ટનરની જરૂર હોય છે. પરંતુ, હવે સવાલ એ ઉઠે છે કે કોને સૌથી વધુ પાર્ટનરની જરૂર હોય છે. એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, પુરુષોને સૌથી વધુ પાર્ટનરની જરૂર હોય છે. એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, પુરુષ પોતાની લાઇફ પાર્ટનર વિના જીવી ના શકે. ફ્લોરિડાની સ્ટેટ યુનિવર્સિટીમાં થયેલી એક સ્ટડી જણાવે છે કે, કોઈ પુરુષ જો પોતાની મહિલા પાર્ટનરને ગુમાવી દે તો એક વર્ષની અંદર તેના મરવાની સંભાવના 70 ટકા જેટલી વધી જાય છે. આ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, જીવનસાથીને ગુમાવવાનું દુઃખ સૌથી વધુ પુરુષો પર અસર કરે છે. આ રિસર્ચ 22 માર્ચે પીએલઓએસ વન પત્રિકામાં પ્રકાશિત થઈ હતી.

AFP સમાચાર એજન્સીએ આ રિસર્ચ પર એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે જે અનુસાર, આ રિસર્ચમાં મળી આવ્યું છે કે જે લોકો પોતાના જીવનસાથીને નાની ઉંમરમાં ગુમાવી દે છે તેમની 1 વર્ષની અંદર મરવાની આશંકા વધુ થઈ જાય છે. આંકડાઓ પ્રમાણે જોઈએ તો શોધકર્તાઓને જણાયુ કે, જે પુરુષ નાની ઉંમરમાં પોતાના જીવનસાથીને ગુમાવી દે છે તેમના મૃત્યુની આશંકા 70 ટકા વધુ થઈ જાય છે. જ્યારે, મહિલાઓમાં પોતાના જીવનસાથીને ગુમાવી દીધા બાદ મૃત્યુની આશંકા 27 ટકા વધુ હોય છે.

આ રિસર્ચના સહ નિદેશક ડૉક્ટર ડૉન કેર કહે છે કે, સામાન્યરીતે એવુ એટલા માટે થાય છે કારણ કે, જેવી તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારાથી વિખુટી પડી જાય છે તો તેનો પ્રભાવ તમારા રુટિન પર પણ પડે છે. તમે ડિપ્રેશનમાં ચાલ્યા જાઓ છો, ઘણીવાર દારૂનું સેવન પણ કરવાનું શરૂ કરી દો છે. આ સાથે જ તમે હંમેશાં ગુમસુમ બેઠા રહો છો અને એક્સરસાઇઝ વગેરેમાં જરા પણ ભાગ નથી લેતા. આ જ કારણ છે કે, તમારા પાર્ટનરના વિખુટા પડ્યા બાદ લોકોમાં મૃત્યુની સંભાવના વધુ થઈ જાય છે. તેમજ, જે લોકો એકબીજાને પ્રેમ કરે છે અને હંમેશાં એકબીજાની સાથે રહેવા માંગે છે, તેઓ પોતાના ભવિષ્યને લાંબુ જુએ છે અને એકબીજાની સાથે સ્વસ્થ જીવન જીવવા માટે તેને અનુસાર પોતાની લાઇફસ્ટાઇલ હેલ્ધી રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp