શું તમને ઉનાળામાં પણ લાગે છે ઠંડી? જાણો તેના કારણો અને ઉપચાર

PC: writingandwellness.com

કેટલાક લોકોને ગરમીની ઋતુમાં પણ ઠંડીનો અહેસાસ થાય છે. તેઓ વધુ સમય સુધી એસી અને કૂલર તો દૂર પરંતુ, પંખાની વધુ હવા પણ સહન નથી કરી શકતા. તેમના હાથ-પગ ઠંડા પડવા સામાન્ય વાત હોય છે. તમને વાંચવામાં આ વાત ભલે અજીબ લાગી રહી હોય, પરંતુ આપણી વચ્ચે એવા કેટલાક લોકો છે, જેઓ આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે.

સ્વાસ્થ્ય માટે સારું નથી ગરમીમાં ઠંડી લાગવી

જો તમને ગરમીની ઋતુમાં પણ ઠંડી લાગતી હોય તો હવે તમારી લાઈફસ્ટાઈલમાં થોડો બદલાવ કરવાની જરૂર છે. કેટલીક એવી લાઈફસ્ટાઈલ અને હોર્મોનલ ડિસોર્ડર્સ છે, જેના કારણે લોકોને ગરમીની ઋતુમાં પણ થોડી ઠંડીનો અનુભવ થતો હોય છે. જાણો તેના કારણો...

ઠંડીની સાથે લાગે છે થાક

જે લોકોને દરેક ઋતુમાં ઠંડીનો અહેસાસ થતો હોય, તેમણે સૌથી પહેલા પોતાનું થાઈરોઈડ ચેક કરાવવું જોઈએ. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, હાઈપોથાઈરોઈડ થવા પર દર્દીને વધુ ઠંડી લાગી શકે છે. હાઈપોથાઈરોઈડ ત્યારે થાય છે, જ્યારે થાઈરોઈડ ગ્રંથિ પર્યાપ્ત થાઈરોઈડ હોર્મોનનું ઉત્પાદન ના કરી શકતી હોય. આ સ્થિતિમાં શરીરની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. હાઈપોથાઈરોઈડ થવા પર વ્યક્તિએ ઠંડી લાગવા ઉપરાંત, થાક, ડિપ્રેશન, હેર ફોલ, કબજિયાત, પીરિયડ્સમાં મુશ્કેલી જેવી ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે.

લોહીની ઉણપ સાથે શ્વાસ લેવામાં મુશ્કેલી

અમેરિકન સોસાયટી ઓફ હેમાટોલોજીના જણાવ્યા અનુસાર, એનીમિયા એક રક્ત વિકાર છે, જે શરીરમાં ઓક્સિજનને લઈ જવા માટે પર્યાપ્ત રેડ બ્લડ સેલ્સ ન હોવાને કારણે થાય છે. તેને કારણે તમારા અંગોમાં લોહીનો સંચાર ઓછો થાય છે, જેને કારણે તમને ઠંડી લાગી શકે છે. લોહીની ઉણપના કારણે હાથ અને પગ ઠંડા રહેવા માંડે છે. એનીમિયાના લક્ષણોમાં કમજોરી, થાક, ચક્કર આવવા, શ્વાસ લેવામાં તકલીફ પડવી, છાતીમાં દુઃખાવો અને માથાનો દુઃખાવો સામેલ છે.

બોડી ફેટની ઉણપને કારણે પણ લાગી શકે છે ઠંડી

શરીરમાં બોડી ફેટ પર્યાપ્ત માત્રામાં ન હોવાના કારણે વ્યક્તિને વધુ ઠંડી લાગે છે. એનોરેક્સિયાના અન્ય લક્ષણોમાં વજન ઘટવું, પેટની સમસ્યાઓ, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ચક્કર આવવા, મહિલાઓમાં પીરિયડ્સની તકલીફ, નબળા વાળ અથવા નખ, વજન વધી જવાનો ડર, પબ્લિકમાં ખાવામાં ડર તેમજ સોશિયલ આઈસોલેશન વગેરે લક્ષણો પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp