મંકીપોક્સ વાયરસની સારવાર મળી ગઈ! Lancet સ્ટડીમાં થયો ખુલાસો

PC: indiatoday.in

અમેરિકા અને યુરોપ સહિત દુનિયાના ઘણા દેશોમાં મંકીપોકસ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ આ ખતરનાક બીમારીની સારવાર શોધી લેવામાં આવી છે. Lancetની સ્ટડીમાં આ વાત સામે આવી છે કે, એન્ટિવાયરલ દવાઓથી આ બીમારીમાંથી રાહત મળી શકે છે. જર્નલ Lanceમા છપાયેલા રિપોર્ટ મુજબ, એન્ટિવાયરલ દવાઓ મંકીપોક્સ બીમારીથી જલદી સાજા થવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

બ્રિટનની લિવરપૂલ યુનિવર્સિટી હૉસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટમાં આ સ્ટડી કરવામાં આવી છે. આ સ્ટડી બ્રિટનમાં થયેલી એક શોધના આધાર પર કરવામાં આવી છે. યુનાઈટેડ કિંગડમમાં વર્ષ 2018થી વર્ષ 2021 વચ્ચે મંકીપોક્સના 7 દર્દી પર આ શોધ કરવામાં આવી હતી. આ 7 દર્દીમાંથી 3 પશ્ચિમ આફ્રિકાથી આવ્યા હતા અને બાકી 4 દરદીમાં ઇન્ફેક્શન એક-બીજામાંથી ફેલાયું હતું. આ દર્દીઓ પર બે દવાઓનો ઉપયોગ કરવામાં આવી હતી.

આ દવા છે Brincidofovir અને Tecovirimat. પહેલી દવાના ઉપયોગથી દર્દીઓને વધારે કઈ ફાયદો થયો નહોતા. આ દવા 3 દર્દીઓ પર ઉપયોગ કરવામાં આવી હતી. આ દર્દીઓના લીવર એન્ઝાઈમનું લેવલ પણ દવા બાદ થોડું ખરાબ થયું હતું. જોકે બધા દર્દી થોડા સમય બાદ રિકવર થઈ ગયા હતા. વર્ષ 2021મા યુનાઈટેડ કિંગડમના એક દર્દીમાં બીજી દવા Tecovirimatનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દર્દીની રિકવરી જલદી થઈ અને બીજા વ્યક્તિઓને સંક્રમિત કરવાનું જોખમ પણ ઓછું થયું.

રિસર્ચર્સે જોયું કે, મંકીપોક્સ વાયરસ લોહીમાં પણ જોવામાં આવ્યો અને સલાઇવામાં પણ. જોકે સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો કે, આ અગાઉ મંકીપોક્સ એટલા મોટા સ્ટાર પર ક્યારેય ફેલાયો નથી, પરંતુ અત્યારે પણ તેના મોટા સ્તર પર ફેલાવાનું જોખમ ઓછું છે. એ સિવાય ઓછા લોકો પર સ્ટડી થવાના કારણે સંશોધનકર્તાઓએ કોઈ પણ એન્ટિવાયરલ દવાનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવાની સલાહ આપી છે.

રિસર્ચના મુખ્ય લેખક એડલરે કહ્યું કે, મહામારીના આ પ્રકોપે બ્રિટનમાં પહેલાંની તુલનામાં વધારે દર્દીઓને પ્રભાવિત કર્યા છે, જ્યારે પહેલા મંકીપોક્સનું લોકો વચ્ચે ઝડપથી સંક્રમણ થયું નહોતું, એટલે કુલ મળીને હાલમાં તેનું જોખમ ઓછું છે. હાલના સમયમાં મંકીપોક્સ માટે કોઈ સત્તાવાર સારવાર નથી અને તેના સંક્રમણના સમયગાળા પર પણ આંકડા સીમિત છે, તો સંક્રમણ ફેલાવાની અવધિ 5-11 દિવસો સુધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp