દેશમાં આટલા લોકોને છે પોર્નની લત, સરવેમાં સામે આવ્યો ચોંકાવનારો રીપોર્ટ

PC: tosshub.com

ભારતમાં પોર્નોગ્રાફિક વેબસાઈટ પર પ્રતિબંધ છે. તેમ છતાં આ અંગે સમયાંતરે થતા સરવેમાંથી જાણવા મળે છે કે, પોર્ન પર લગામ ખેંચવી સરળ નથી. ડિજિટાઈઝેશનના યુગમાં સ્માર્ટફોન અને બીજા ગેઝેટની મદદથી યુવાનો સરળતાથી આવું કંટેન પ્રાપ્ત કરી શકે છે. સેક્સ સરવે ઈન્ડિયા ટુડે 2019ના રીપોર્ટમાંથી જાણવા મળ્યું કે, કેવી રીતે ભારતીયોએ પોર્નને લઈને કેટલાક ખુલાસા કર્યા. એક તરફ ભારત જેવા દેશમાં પોર્ન કંટેનને બ્લોક કરવા માટે કમર કસવામાં આવી રહી છે. બીજી તરફ 79% લોકો નિયમિત રીતે પોર્ન કંટેનને એક્સેસ કરે છે. આ સરવેમાં આ તમામ લોકોએ પોર્ન કંટેન અંગે પોતાની કબૂલાત આપી છે.

મહિલાઓને પણ ટેવ
માત્ર પુરુષો જ નહીં પણ મહિલાઓ પર નિયમિત રીતે પોર્ન કંટેન જુવે છે. કિશોરવયનો વર્ગ આવું કંટેન ન જુવે એ માટે એક લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. નિષ્ણાંતો એવું માને છે કે, કામઈચ્છાને સંતોષવા માટેનું માધ્યમ પોર્ન સાઈટ છે. 85.5% પુરુષોએ કબુલાત કરી છે કે, તેઓ નિયમિત ધોરણે અથવા ક્યારેક પોર્ન વેબસાઈટ જુવે છે. આ મામલે મહિલાઓ પુરુષો કરતા પાછળ નથી. 71% મહિલાઓ સહમત છે કે, તેઓ પોર્ન જુવે છે. મહિલાઓનું કારણ પર જે પુરુષોનું છે એ જ હોઈ શકે.

સાઈબર ક્રાઈમનો ભોગ
સાઈબર સુરક્ષા નિષ્ણાંત રિતેષ ભાટિયા કહે છે કે, સોશિયલ નેટવર્કિગ વેબસાઈટ, ડેટિંગ સાઈટ્સ પોર્ટલ અને સ્માર્ટફોન એપ્લિકેશનની ભરમારથી મોટાપાયે સેક્સટોર્શન થાય છે. જેથી સાઈબર ક્રાઈમની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. પોર્નની લતને કારણે ગુનાખોરીમાં વધારો થયો છે. જેથી યુથ સામે એક જોખમ ઊભું થયું છે. પોર્ન કંટેનને કારણે સંબંધોમાં પણ કડવાશ ઉમેરાઈ ગઈ છે. સાઈકોલોજીસ્ટ સાદિયા સલીદ કહે છે કે, પોર્નની લત કિશોરવયના વર્ગમાં ઝડપથી ફેલાઈ રહી છે. દિવસભરના થાક બાદ ઝડપથી યૌન સંબંધ બાંધવાને બદલે પોર્ન માધ્યમથી એક વર્ગ આનંદ પ્રાપ્ત કરે છે.

ઈન્ટરનેટ જવાબદાર
ઈન્ટરનેટને કારણે આજે યુવાનોમાં એક ચેન્જ જોવા મળે છે. પોર્નની લત વાળા વર્ગમાં વધારો થતો જાય છે. કારણ કે ઈન્ટરનેટ પર કોઈ પ્રકારની મુશ્કેલી વિના તે મળી રહે છે. ભારતમાં 53 ટકા લોકો પાર્ટનરની વર્જીનીટીને લઈને ઘણી બઘી રીતે ગંભીર છે. મહાનગરની સાથે સાથે નાના શહેરોમાં પણ આ રેશિયો જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp