ડિસેમ્બરમાં ભારતની આ જગ્યાઓ વેકેશન માટે બેસ્ટ

PC: traveltriangle.com

વર્ષ 2022 પુરુ થવામાં થોડો સમય જ બાકી છે. જો તમે પણ ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે યર એન્ડ એટલે કે, ડિસેમ્બરના છેલ્લા દિવસો સૌથી બેસ્ટ છે કારણ કે, આ દરમિયાન ક્રિસમસ અને નવા વર્ષના કારણે ટૂરિસ્ટ પ્લેસિસ પર અલગ જ રોનક જોવા મળે છે અને આ સીઝન બહાર ફરવા માટે ઘણી સારી ગણવામાં આવે છે. જો તમે પણ ક્યાંક ફરવા જવા ઇચ્છો છો તો આ આર્ટિકલ તમારા માટે ઘણો મદદગાર સાબિત થઇ શકે છે. ઘણી વખત લોકો વેકેશન પ્લાન કરતી વખતે જગ્યાને લઇને ઘણા કન્ફ્યુઝ રહે છે.

ઓલી

ઓલી ઉત્તરાખંડની સૌથી સુંદર જગ્યાઓમાંની એક છે અને તેને મિનિ સ્વિટ્ઝરલેન્ડના નામથી પણ ઓળખવામાં આવે છે. ઓલીમાં જોવા જેવી કેટલીક જગ્યાઓ છે. જો તમે ડિસેમ્બર મહિનામાં ઓલી જવાનો પ્લાન કરો છો તો આ દરમિયાન તમને કેટલીક એક્ટિવિટી કરવા મળશે. ડિસેમ્બરના મહિનામાં ઓલીમાં ઘણો બરફ પડે છે. ડિસેમ્બરના સમયમાં બરફથી ઢંકાયેલા પહાડોને જોવું એ એક અલગ જ અનુભવ છે.

ગોવા

ગોવા ઘણા લોકો માટે ડ્રિમ ડેસ્ટિનેશન છે. જો તમને ઠંડી એટલી પસંદ નથી તો ગોવા તમારા માટે પરફેક્ટ જગ્યા સાબિત થઇ શકે છે. ગોવામાં ક્રિસમસ અને ન્યુયરમાં ઘણી ધમાલ રહે છે. આ દરમિયાન અહીં અલગ પ્રકારની જ વાઇબ આવે છે.

રણ ઓફ કચ્છ

જો તમે કોઇ યૂનિક જગ્યા પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રણ ઓફ કચ્છ ઘણું સારું ઓપ્શન છે. અહીં ચારે તરફ તમને ફક્ત સફેદ જમીન જ જોવા મળશે જે વાસ્તવમાં મીઠું જ છે. દર વર્ષે નવેમ્બર મહિનાથી લઇને ફેબ્રુઆરી સુધી અહીં રણ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ મહોત્સવમાં કલા, સંસ્કૃતિ અને સંગીતનું અનોખુ સંગમ જોવા મળે છે. મીઠાના આ રેગિસ્તાનમાં તમે ઉંટની સવારીનો લુફ્ત ઉઠાવી શકો છો.

એલેપ્પી

કેરળની ગણતરી પિક્ચર પરફેક્ટ ડેસ્ટિનેશન તરીકે કરવામાં આવે છે. અહીં સ્થિત એલેપ્પી પોતાના બેકવોટર્સ હાઉસબોટ માટે જાણાતું છે. હાઉસબોટમાં એક રાત વિતાવવી ઘણા લોકોની ખ્વાહિશ હોય છે. એલેપ્પી, તેકડી અને મુન્નાર પાસે સ્થિત છે એવામાં તમે આ જગ્યા પર પણ ફરવા માટે જઇ શકો છો.

મનાલી

મનાલી એક એવી જગ્યા છે જેને કોઇ ઓળખની જરૂર નથી. ઓફ સીઝનમાં પણ અહીં હજારોની સંખ્યામાં ટૂરિસ્ટ ફરવા માટે આવે છે. શિયાળામાં મનાલીની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. અહીં બરફથી ઢંકાયેલા ઉંચા ઉંચા પહાડોને જોવું તમારા માટે એક અલગ જ અનુભવ હોઇ શકે.

તવાંગ

જો તમે વેકેશન પર કોઇ અલગ જગ્યા પર જવા ઇચ્છો છો તો ભારતની નોર્થઇસ્ટ જગ્યા પણ એક સારું ઓપ્શન છે. તવાંગ, નોર્થઇસ્ટ ભારતની સુંદર જગ્યાઓમાંની એક છે. અહીંની સુંદરતાને જોઇને તમને પ્રેમ થઇ જશે. અહીં ઘણી બધી સુંદર બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી છે.

પોંડિચેરી

પોંડિચેરી પોતાના સુંદર લેન્ડસ્કેપ માટે ઘણું ફેમસ છે. તમને અહીં ભારતના ટ્રેડિશનલ કલ્ચર સાથએ જ ફ્રેન્ચ આર્કિટેક્ચર પણ જોવા મળશે. ડિસેમ્બર મહિનામાં અહીં ફરવું તમારા માટે પરફેક્ટ સાબિત થઇ શકે છે. જો તમે શાંતિથી પોતાનું વેકેશન એન્જોય કરવા માગો છો તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ સાબિત થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp