યુવતીએ જીજા સાથે સંબંધ બનાવ્યા, લગ્નના દિવસે મંગેતરે કર્યુ એવું કે બધા ચોંકી ગયા

PC: thesun.co.uk

ચીનમાંથી એક કપલના પ્રેમ, દગો અને લગ્નનો અનોખો મામલો સામે આવ્યો છે. પ્રેમમાં મળેલા દગાનો બદલો યુવકે એવી રીતે લીધો કે આ મામલો ચીનની મીડિયામાં છવાયેલો છે. દરેક બાજુએ આ મામલાની ચર્ચા થઈ રહી છે.

કપલ પાછલા 2 વર્ષથી રિલેશનશિપમાં હતું. અને 6 મહિના પહેલા જ બંનેની સગાઈ થઈ હતી. લગ્નના દિવસની બધી જ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. કપલની એન્ટ્રી પણ ગોઠવી દેવામાં આવી હતી. લગ્નના દિવસે ખાસ બનાવવા માટે કપલના અમુક વીડિયો મહેમાનોને દેખાડવામાં આવ્યા. ત્યાર બાદ એક વીડિયો દેખાડતા પહેલા કહેવામાં આવ્યું કે હવે અમે તમને એવો વીડિયો બતાવવા જઈ રહ્યા છે જેને લીધે કપલ એકબીજાની નજીક આવ્યું.

પણ જે વીડિયો ચાલ્યો, તેને જોઈને સૌ કોઈના હોશ ઉડી ગયા. આ વીડિયો એક સેક્સ વીડિયો હતો. જેમાં દુલ્હન પોતાના જીજા સાથે શારીરિક સંબંધ બનાવી રહી હતી. દુલ્હન આ વીડિયો જોઈને ચોંકી ગઈ, તો તેના મંગેતરે તેને ફટકાર લગાવતા કહ્યું કે, તને શું લાગ્યું કે મને કંઇ ખબર નહિ પડે. આવું કહેતા મંગેતરે તેની દુલ્હન પર બુકે ફેંકી દીધું.

મંગેતરને યુવતીના સંબંધ બાબતે પહેલેથી જ જાણ હતી. તેણે લગ્ન પહેલા બંને માટે એક ઘર પણ લીધુ હતું. જેની ચાવી દુલ્હન અને મંગેતર બંને પાસે હતી. તે ઘરમાં દુલ્હન તેના જીજા સાથે સેક્સ કરવા ઘણીવાર આવતી રહેતી. યુવકે તેના નવા ઘરમાં એક સીક્રેટ કેમેરો પણ લગાવેલો હતો. યુવકે જ્યારે ફુટેજ જોઈ તો તે ચોંકી ગયો અને તેણે બદલો લેવાનું નક્કી કર્યું.

લગ્નના દિવસે તેણે સૌની સામે તેની મંગેતરની પોલ ખોલી દીધી. તેણે યુવતી અને તેના જીજાનો વીડિયો સૌને દેખાડી અને ઈન્ટરનેટ પર પણ મૂકી દીધો. યુવકે યુવતી સાથે સગાઈ તોડી નાખી અને લગ્ન કરવાની પણ ના પાડી દીધી. તો બીજી બાજુ મહિલાએ માગ કરી છે કે તેના બધા વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp