આ જગ્યાએ પોલીસે 8 હોલ ભાડે રાખ્યા છે, નવું વર્ષ જેલમાં ન જાય જોજો

PC: hindustantimes.com

કોરોનાની મહામારી વચ્ચે 31 ડિસેમ્બરના તમામ મોટા આયોજનો સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જો કોઈ પણ જગ્યા પર લોકો પાર્ટી કરતા ઝડપાશે તો તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે. ગુજરાતમાં 31 ડિસેમ્બર પર પ્રતિબંધ હોવાના કારણે લોકો દમણ અને ગોવામાં જવાનો વિચાર કરી રહ્યા છે. ત્યારે સેલવાસ, દમણ અને મહારાષ્ટ્રમાંથી 31 ડિસેમ્બરના રોજ દારૂપાર્ટી કરીને ગુજરાતમાં આવતા રોકવા માટે ગુજરાત બોર્ડર પર વલસાડ પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આશે. વલસાડ જિલ્લાની 18 ચેકપોસ્ટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવતા અને ગુજરાતમાં પ્રવેશતા લોકોનું ચેકઅપ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પીધેલી હાલતમાં પકડાશે તો તેનું નવું વર્ષ બગડ્યું તેમ સમજવું.

આ વર્ષે કોરોનાની મહામારીના કારણે પોલીસ દ્વારા દારૂ પીધેલા લોકોના મો સુંઘવામાં આવશે. પોલીસે દ્વાર બ્રેથ એનાલાઇઝર મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આ મશીનમાં એક વ્યક્તિના ફૂક માર્યા પછી મશીનની નળી બદલી નાંખવામાં આવશે. 31 ડિસેમ્બરના રોજ તમામ ચેકપોસ્ટ પર બરાબર કામગીરી થાય છે કે, તે બાબતે DySP કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત વલસાડ જિલ્લા પોલીસે દારૂ પીધેલા લોકોને પકડીને ક્યા રાખવા તે બાબતે પણ તૈયારી કરી લીધી છે. આં વર્ષે પોલીસની સાથે-સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ ફરજ બજાવશે. પોલીસ દ્વારા જે પીધેલા લોકોને પકડવા માટે તેનો પહેલા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવશે.

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ ચેકપોસ્ટ પર સુરક્ષા માટે SRPના જવાનોની ટૂકડી પણ તૈનાત કરવામાં આવશે. 31 ડિસેમ્બરના રોજ દારુ પીધેલા વધારે લોકો પકડાશે તેવી આશંકાને લઇને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા લોકઅપની સથે 8 લગ્ન હોલ અને 5 રૂમ પણ ભાડેથી રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અલગ-અલગ જગ્યા પર મંડપ બનાવવામાં આવ્યા છે. આરોપીઓથી રૂમ અને હોલ ભરાઈ જાય તો આરોપીઓને મંડપમ,અ રાખવામાં આવશે. આ ઉપરાંત દારૂ પીધેલા લોકોને હોસ્પિટલમાં લઇ જવા માટે અલગથી 15 જેટલી બસ ભાડે રાખવામાં આવી છે.

તો બીજી તરફ વલસાડમાં હોટેલ, ફાર્મ હાઉસો અને સોસાયટીઓમાં પાર્ટી ન થાય તે માટે રાઉન્ડ ઓફ ધી કલોક પેટ્રોલિંગ કરવામાં આવશે. વલસાડ, વાપી, ઉમરગામ, પારડી, ધરમપુર સહિતના વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યા છે. સાથે વલસાડના DSP ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા દારૂ પીધેલી હાલતમાં ગુજરાતની સરહદમાં આવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. મહત્ત્વની વાત છે કે, ગત વર્ષે 805 દારૂ પીધેલા લોકોને 31 ડિસેમ્બરના રોજ પકડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp