જાણો, ક્યા PMના કાર્યકાળમાં કેટલી વખત લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન

PC: presidentofindia.nic.in

મહારાષ્ટ્ર રાજ્યમાં સત્તાનું મહાભારત ચાલી રહ્યું છે. છેલ્લા ચાર દિવસ મુંબઈમાં ભારે ઉથલપાથલથી ભરેલા રહ્યા હતા. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. સત્તાવાર રીતે કાશ્મીર બાદ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું છે. આ પહેલા વાર બન્યું નથી. આ પહેલા વર્ષ 1980માં જ્યારે વડા પ્રધાન પદે ઈન્દિરા ગાંધી હતી ત્યારે મહારાષ્ટ્રમાં નેતા શરદ પવાર વિધાનસભામાં પર્યાપ્ત બહુમતી હોવા છતા રાજકીય હાલાત બગડતા વિધાનસભા ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે તા.17 ફેબ્રુઆરી 1980થી 8 જૂન 1980 સુધી 112 દિવસ સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું.

આ જ રીતે તા.28 સપ્ટેમ્બર 2014ના રોજ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. એ સમયે મહારાષ્ટ્ર રાજ્યમાં કોંગ્રેસ-NCPની ગઠબંધન સરકાર હતી. એ સમયે મુખ્યમંત્રી પદને લઈને બંને પક્ષોમાં ખેંચતાણ વધી ગઈ હતી. પક્ષો એકબીજાથી વિખુટા પડી ગયા હતા. આમ વિધાનસભા ભંગ થઈ ગઈ હતી. એવામાં 28 સપ્ટેમ્બર 2014થી લઈને 30 ઓક્ટોબર 2014 સુધી 32 દિવસ માટે બીજી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. આ સિવાય ઓગસ્ટ 1947થી મે 1964ના કાર્યકાળમાં જવાહરલાલ નહેરુંના સમયમાં આઠ વખત મહારાષ્ટ્ર પર રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું. ત્યાર બાદ લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન પદે હતા ત્યારે જૂન 1964થી જાન્યુઆરી 1966 સુધી એક વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું.

સૌથી વધારે વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના સમયમાં જાન્યુઆરી 1966થી માર્ચ 1977 સુધીમાં કુલ 35 વખત મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું. ત્યાર બાદ જ્યારે વડા પ્રધાન પદે મોરારજી દેસાઈ હતી ત્યારે માર્ચ 1977થી જૂન 1979ના કાર્યકાળમાં 16 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. આ પછી જ્યારે ચરણસિંહ વડા પ્રધાન પદે હતા ત્યારે જુલાઈ 1979થી જાન્યુઆરી 1980 સુધીમાં ચાર વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ઈન્દિરા ગાંધી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે જાન્યુઆરી 1980થી ઓક્ટોબર 1984 સુધીના કાર્યકાળમાં કુલ 15 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. ઓક્ટોબર 1984માં જ્યારે રાજીવ ગાંધી વડા પ્રધાન પદ પર હતા ત્યારે ઓક્ટોબર 1984થી ડીસેમ્બર 1989 સુધી છ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ વી.પી.સિંહના સમયમાં ડીસેમ્બર 1989થી નવેમ્બર 1990ના કાર્યકાળમાં કુલ બે વખત, વડા પ્રધાન ચંદ્રશેખના સમયમાં નવેમ્બર 1990થી જૂન 1991 સુધી પાંચ વખત, પી.વી. નરસિમ્હારાવના વડા પ્રધાન પદેથી જૂન 1991થી મે 1996 સુધીમાં 11 વખત, એચ.ડી. દેવગોડા જ્યારે વડા પ્રધાન પદ પર હતા ત્યારે જૂન 1996થી એપ્રિલ 1997ના સમયમાં એક વખત, અટલ બિહારી વાજપેય જ્યારે વડા પ્રધાન પદ પર હતા ત્યારે માર્ચ 1999થી મે 2004 સુધીમાં 5 વખત, મનમોહનસિંહ જ્યારે વડા પ્રધાન પદે હતા ત્યારે મે 2004થી મે 2014 સુધીમાં 12 વખત, નરેન્દ્ર મોદી જ્યારે વડા પ્રધાન પદે હતા ત્યારે મે 2014થી અત્યાર સુધીમાં કુલ ત્રણ વખત મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.

ભારતીય બંધારણની કલમ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે. રાષ્ટ્રપિત શાસન લાગુ થતા સત્તાનું સંચાલન મુખ્યમંત્રી નહીં પણ જે તે રાજ્યના રાજ્યપાલ કરે છે. જ્યારે ગઠબંધન તૂટે, વિધાનસભામાં બહુમત ઊભો ન થાય, કોઈ મોટા કારણસર ચૂંટણી ન થાય, જ્યારે રાજ્યની વિધાનસભા પોતાના મુખ્યમંત્રીની નિમણૂંક ન કરી શકે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp