ATMના ફ્રી ટ્રાન્ઝેક્શનના આ નિયમ વિશે તમે જાણો છો?

PC: jagoinvestor.com

બેંક દર મહિને બચત ખાતા ગ્રાહકોને ATMમાંથી ફ્રી વ્યવહાર કરવાની અનુમતિ આપે છે, ત્યાર પછી તે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલે છે. જોકે હવે RBIએ ATMના વ્યવહારોનું લિસ્ટ બહાર પાડ્યું છે, જેના પર બેંક ચાર્જ વસૂલ કરી શકે નહીં. જાણો બેંક ATMના કયા વ્યવહારો માટે ચાર્જ નહીં લઈ શકે. આ અંગે RBIએ કેટલીક સ્પષ્ટતાઓ કરી છે, જે નીચે મુજબ છેઃ 

  • જ્યારે ATM વ્યવહારમાં ટેક્નિકલ કારણો જેવા કે હાર્ડવેર, સોફ્ટવેર, કમ્યુનિકેશન સંબંધી મુદ્દાને લીધે ફેલ થઈ જાય તો તેને વેલિડ ATM વ્યવહાર માનવામાં આવશે નહીં. બેંક આ ફેલ ATM વ્યવહાર પર ચાર્જ વસૂલ કરી શકશે નહીં. ઈનવેલિડ વ્યવહારનો મતલબ છે કે તેને બેંક દ્વારા મળેલ ફ્રી વ્યવહારની ગણતરીમાં લેવામાં આવશે નહી.
  • અન્ય ATM વ્યવહાર જે રોકડ નથી, ઈનવેલિડ પિન કે વેલિડેશન કે બેંક સેવા દ્વારા અસ્વીકાર કરવામાં આવે તો તેને વેલિડ ટ્રાન્ઝેક્શન માનવામાં આવશે નહીં અને બેંક તેના પર ચાર્જ વસૂલ નહીં કરી શકે.
  • ATMથી નોન કેશ વિદ્રોઅલ જેવા બેલેન્સ ઈન્કવાયરી, ચેકબુક રિકવેસ્ટ, ટેક્સ પેમેન્ટ અને ફંડ ટ્રાન્સફરને પણ ફ્રી ATM વ્યવહારની ગણતરીમાં લેવામાં આવશે નહીં.
  • RBIના નવા રિપોર્ટ અનુસાર માર્ચ, 2019ના અંત સુધી દેશમાં ATMની કુલ સંખ્યા 2.22 લાખ હતી, જ્યારે પાછલા વર્ષે આ સંખ્યા 2.21 લાખ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp