બિટકોઇન 10 લાખ ડોલરનો થઇ જશે! ફેંકો તો લાંબી ફેંકો, સમીર અરોડાનો ટાર્ગેટ કોણ

PC: ft.com

વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન હાલ સાડા સોળ હજારના ભાવ પર છે. ગયા વર્ષે તે જુલાઇ મહિનામાં 67 હજાર ડોલરની પાર પહોંચી ગયો હતો. તેના ભાવ પર દબાણ હજુ પણ દેખાઇ રહ્યું છે. એવામાં ઇનવેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ આર્ક ઇનવેસ્ટના ફાઉન્ડર અને CEO કેથી વુડ્સના દાવાને લઇને વિમર્શ બે હિસ્સાઓમાં વહેંચાઇ ગયા છે. કેથીએ અનુમાન લગાવ્યું હતું કે, વર્ષ 2030 સુધીમાં બિટકોઇન 10 લાખ ડોલરના લેવલને ટચ કરશે અને કૈથીએ બ્લૂમબર્ગ સાથેની વાતચીત દરમિયાન પોતાના આ દાવાને ફરીથી સપોર્ટ કર્યો છે. કૈથી અનુસાર, બિટકોઇનમાં આ સમયે ફેરફાર દેખાઇ રહ્યો છે, પણ આગામી આઠ વર્ષમાં તે 10 લાખ ડોલરનું લેવલ ટચ કરી શકે છે.

બિટકોઇનનો ભાવ આ વર્ષે લગભગ 62 ટકા તુટ્યો છે. જોકે, કૈથીનું કહેવું છે કે, ઇન્ફ્રા અને થીસિસનું આ સમયે ટેસ્ટિંગ થઇ રહ્યું છે અને બિટકોઇન ખરાબ સમયમાંથી બહાર નીકળી રહ્યું છે. કૈથીનું માનવું છે કે, હાલ ઇન્સ્ટીટ્યુશન્સ પીછે હટ કરી રહ્યા છે, પણ ત્યાર બાદ તે આગળ આવશે અ ક્રિપ્ટોકરન્સીમાં પહેલા બિટકોઇન અ એથરને જ પસંદ કરશે. આર્ક ઇનવેસ્ટે ગ્રેસ્કેલના બિટકોઇન ટ્રસ્ટ ફંડમાં 14 લાખ ડોલરના 176945 શેર જોડ્યા છે. આ કંપની ફ્લોરિડામાં છે અને ગયા સપ્તાહમાં તેણે GBTCમાં 28 લાખ ડોલરના 3.15 લાખ શેર ખરીદ્યા હતા.

કૈથીના દાવાનો સોશિયલ મીડિયા પર મઝાક બનાવવામાં આવી રહ્યો છે. હેલિઓઝ કેપિટલના ફાઉન્ડર સમીર અરોડાએ હિંદીમાં ટ્વીટ કરી છે કે, ‘ફેંકો તો લંબી ફેંકો’ એવોર્ડ માટે આ વર્ષની નવી એન્ટ્રી મળી છે. કૈથીના દાવા પર એટલા માટે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે કારણ કે, બિટકોઇનના ભાવમાં સતત દબાણ જોવા મળી રહ્યું છે. આ વર્ષે તે લગભગ 62 ટકા નબળો પડ્યો છે અને 22મી નવેમ્બરમા રોજ તે બે વર્ષના નીચલા સ્તર 15649 ડોલરના ભાવ પર આવી ગયો છે.

દિગ્ગજ ક્રિપ્ટોકરન્સી FTXના ડૂબ્યા બાદ રોકાણકારોનું સેન્ટિમેન્ટ પ્રભાવિત થયું છે. માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ પણ ક્રિપ્ટોકરન્સીને ખારિજ કરી ચૂક્યા છે. ભારતની વાત કરીએ તો RBIએ પણ ક્રિપ્ટોકરન્સીનો વિરોધ કર્યો છે. વિશ્વના કેટલાક દેશોમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. એવામાં ક્રિપ્ટોકરન્સી પર દબાણ બની રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp