ટેક્સપેયર્સને મોટી રાહતઃ હવે આ મામલે નહી લેવાય ક્રિમિનલ એક્શન

PC: business-standard.com

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે(CBDT) ટેક્સપેયર્સને મોટી રાહત આપી છે. CBDTના નવા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, ટેક્સ આપવાની બાબતમાં જાણી જોઈને બચનારા, ટેક્સ રિટર્ન નહી ભરવા પર અને સરકારી તિજોરીમાં 25 લાખ રૂપિયા સુધીનો TDS જમા નહી કરવાના મામલે ક્રિમિનલ એક્શન લેવામાં આવશે નહી. મતલબ એ કે, આવા મામલાઓ કોર્ટમાં જશે નહી. CBDTના આ નિર્ણયથી મોટી સંખ્યામાં ટેક્સપેયર્સ કાયદાકીય કાર્યવાહીથી બચી શકશે.

CBDT તરફથી આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સપેયરની સામે વધારે કડક પગલા ન લેવાનું રહ્યું હતું. તેમણે ટ્વીટ કરેલું કે, રેવેન્યૂ સેક્રેટરીને મેં આદેશ આપ્યો છે કે તેઓ ખાતરી કરીને પગલા લે કે જેથી ઈમાનદાર કરદાતાએ હેરાન ન થવું પડે. અને જેણે મામૂલી રીતે કાયદાનું ઉલ્લઘંન કર્યું હોય તેમના પર ગંભીર રીતે એકશન લેવાય નહી.

શું છે નવા સર્ક્યુલરમાઃ

સમાચાર એજન્સી PTI મુજબ CBDT ના સર્ક્યુલરમાં લખાયું છે કે, જે મામલે સ્ત્રોત પર TDS ની જમા રકમ 25 લાખથી ઓછી હોય તો તેને જમા કરાવવા માટે નક્કી કરેલ તારીખથી 60 દિવસ સુધીનો સમય આપવામાં આવશે, તો સામાન્ય પરિસ્થિતિઓમાં તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહી. જે મામલામાં જાણી જોઈને કરની રકમ ઓછી દેખાડવા પર 25 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તો તેમના પર ક્રિમિનલ એક્શન લેવામાં આવશે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp