1 રૂપિયાની નવી નોટ આવશે, નોટની કિંમત કરતા તેને બનાવવાનો ખર્ચ વધુ થશે

PC: twitter.com/

સરકાર એક રૂપિયાની નોટને નવા સુરક્ષા ફીચર્સ સાથે ટૂંક સમયમાં જ બજારમાં લાવશે. 7 ફેબ્રુઆરીએ એક અધિસુચનામાં કહેવામાં આવ્યું હતું કે, નાણાં મંત્રાલય તેને છાપવાની તૈયારીમાં છે. તેમાં કેટલાક વોટરમાર્ક એટલે કે વિશેષ ચિહ્નો હશે. ચાલો તો એ બાબતે આપણે એક નજર કરીએ સુરક્ષાના આ ખાસ ફીચર્સ પર.

  • આ નોટ પર સૌથી ઉપર હિન્દીમાં ભારત સરકાર લખેલું હશે. તેની થોડે નીચે અંગ્રેજીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હશે.
  • તેના પર નાણાં સચિવ અતનુ ચક્રવર્તીની હિન્દી અને અંગ્રેજીમાં સહી હશે.
  • આ નોટ પર એક રૂપિયાના સિક્કાનું પ્રતીક રહેશે, જેના પર સત્યમેવ જયતે લખેલું હશે.
  • તેમાં જમણી બાજુ નીચેની તરફ કાળા રંગથી નંબર લખેલો હેશે, જે ડાબી બાજુથી જમણી તરફ ચઢતા ક્રમમાં રહેશે.
  • તેમાં પહેલા 3 નંબર અને શબ્દ આકારમાં એકસમાન રહેશે.
  • આ નોટમાં ઉપર ભારત સરકાર અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પછી વર્ષ 2020 લખેલું રહેશે.
  • તેમાં અન્નનું પ્રતીક બનેલું હશે, જે કૃષિ પ્રધાન દેશનો સંકેત હશે. તેમાં 15 ભાષાઓમાં રૂપિયાની કિંમત લખેલી હશે. તેમાં તેલ પ્લેટફોર્મ સાગર રત્નનું પ્રતીક પણ બનેલું હશે.
  • આ નોટનો રંગ સામેથી ગુલાબી-લીલો, જ્યારે પાછળથી ઘણા રંગોનું મિશ્રણ હશે.
  • આ નોટની લંબાઇ 9.7 સેન્ટીમીટર અને પહોળાઇ 6.3 સેન્ટીમીટર રહેશે.
  • તેમાં કેટલાક વોટરમાર્ક હશે, જેમા સત્યમેવ જયતે વિના અશોક સ્તંભ લખેલું રહેશે. વચ્ચે આંકડામાં 1 લખેલું રહેશે. જેને ધ્યાનથી જોવા પર ઓળખ થઇ શકશે. ત્યારબાદ ભારત પણ લખેલું રહેશે, જે આસાનીથી નહીં દેખાય.

આ રીતે થઈ હતી 1 રૂપિયાની નોટની શરૂઆત

પ્રથમ વિશ્વ યુદ્વ દરમિયાન એક રૂપિયાનો સિક્કો ચાલતો હતો. પરંતુ યુદ્વના કારણે સરકાર ચાંદીના સિક્કા બનાવવામાં અસમર્થ થઇ પડી અને એ રીતે 30 નવેમ્બર, 1917ના રોજ પહેલીવાર એક રૂપિયાની નોટ લોકો સા આવી. એ નોટ પર બ્રિટનના રાજા જોર્જ પંચમનો ફોટો છાપેલો હતો.

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની વેબસાઇટ અનુસાર, આ નોટનું છાપકામ પહેલીવાર 1926માં બંધ કરવામાં આવ્યું હતું કારણ કે, તેનો ખર્ચ વધારે હતો. ત્યારબાદ 1940માં ફરી છાપવાનું ચાલુ થયુ જે 1994 સુધી ચાલુ રહ્યું. ત્યારબાદ વર્ષ 2015માં છાપવાનું ફરી ચાલુ કરી દેવાયું.

આ નોટની સૌથી ખાસ વાત એ છે કે, તેને અન્ય ભારતીય નોટોની જેમ ભારતીય રિઝર્વ બેંક નહીં પરંતુ ભારત સરકાર તેનું છાપકામ કરે છે. એક રૂપિયાની નોટ પર નાણાં સચિવની સહી રહેશે. વર્ષ 2020ની આ એક રૂપિયાની નોટ પર નાણાં સચિવ અતનુ ચક્ર્વર્તીની સહી રહેશે.

એક રૂપિયાની નોટને છાપવાની કિંમત 1.14 રૂપિયા છે. વર્ષ 2015માં RTI દ્વારા માગવામાં આવેલી માહિતીમાં આ હકીકત સામે આવી હતી. તમને એ જાણીને નવાઈ લાગશે કે, કાયદાકીય આધાર પર એક રૂપિયાની નોટ એક માત્ર વાસ્તવિક મુદ્વા એટલે કે નોટ છે. અન્ય તમામ પ્રકારની નોટ પ્રોમિસરી નોટ હોય છે. જેના પર ધારકને એટલી જ રાશી આપવાનું વચન આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp