શું બેંક તમારા સિક્કા જમા કરવાની ના પાડે છે? તો આ વાત તમારા કામની છે

PC: coins

જો બેંક તમારા સિક્કા જમા કરવાની ના પાડી રહી છે, તો આ ખબર તમારા કામની છે. જો બેંક સિક્કા જમા કરવાની ના પાડી દે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થશે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ડીએમ બ્રહ્મદેવ રામ તિવારીએ લીડ બેંક મેનેજરને આદેશ આપ્યો છે કે, દરેક બેંક મેનેજરને પત્ર મોકલી આ બાબતે માહિત કરવામાં આવે.

તેમણે કહ્યું કે, બે દિવસમાં આ મામલે ઘણી ફરિયાદો આવી છે. જેમાં ફરિયાદીઓનું કહેવું છે કે, બેંક સિક્કાઓ નથી લઈ રહ્યા. 2, 5 અને 10 રૂપિયાના સિક્કા બજારમાં મોટી સંખ્યામાં છે. સોમવારે એક મહિલા ફરિયાદી સાંસદ દેવેન્દ્ર સિંહ ભોલેનો પત્ર લઈને આવી હતી.

ડીએમએ અન્ય લોકોને પૂછ્યું તો દરેકે એક જ સૂરમાં કહ્યું કે, બેંક નાના સિક્કાઓ લેવામાં આનાકાની કરે છે. 14 જાન્યુઆરીના રોજ દરેક બેંકર્સની જોડે બેઠક બોલાવવામાં આવી છે જેમાં લોકોની સમસ્યાઓની સાથે બેંકની મુશ્કેલીઓને પણ સાંભળવામાં આવશે.

RBI તમામ બેંકોને સિક્કા લેવાની હા પાડી છે. જો કોઈ ગ્રાહકો સિક્કા લઈને પોતાના ખાતામાં પૈસા જમા કરાવવા માગતા હોય તો પણ બેંકોએ સ્વીકારવા પડશે, નહીં તો હવે RBIના નિર્દેશ પ્રમાણે સજા કરવામાં આવશે. એટલું જ નહીં જો ગ્રાહકો સિક્કાના બદલે નોટની માગણી કરી રહ્યા હોય તો પણ બેંકોએ આપવી પડશે.

આ ફરિયાદો ગ્રાહકોએ કરી છે કે, જેમાં તેમને બેંકો દ્વારા સિક્કા લેવાની ના પાડવામાં આવે છે. બેંકો દ્વારા સિક્કા સ્વીકારવામાં આવતા ન હોવાથી નાના દુકાનદારો કે વ્યાપારીઓ પણ ગ્રાહકો પાસેથી સિક્કા લેતા નથી.

તમામ બેંક અને તેમની શાખાઓ પોતાના ખાતાધારકોને આરબીઆઈની નિર્દિષ્ટ સેવાઓ આપવા માટે બંધાયેલા છે. જેમાં તમામ નવી તેમજ સાફ સુધરી નોટ તેમજ સિક્કા, ફાટેલી અને ગંદી નોટ બદલવા અને કોઈ પણ ટ્રાન્ઝેક્શન અને બદલાવમાં સિક્કાનો સ્વીકાર કરી શકાય છે. રોજ ખાતાધારક એક હજાર રૂપિયાની કિંમત સુધીના એક રૂપિયા કે તેથી વધુ કિંમતના સિક્કા જમા કરાવી શકે છે. 50 પૈસાના સિક્કા કુલ 10 રૂપિયા સુધી જ જમા કરાવી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp