ક્રૂડ ઓઈલની કિંમતોમાં 2%નો ઘટાડો, શું સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડશે?

PC: nairametrics.com

શુક્રવારના રોજ કાચા તેલની કિંમતોમાં 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ચીનમાં કોરોના મહામારીના ફેલાવા સાથે જ ત્યાંથી આવનારી માગ પર દબાણની આશંકા અને રશિયન તેલ પર પશ્ચિમી દેશો દ્વારા લાગનારા પ્રાઇસ કેપ પર થનારા મોલતોલની અસર કાચા તેલમાં જોવા મળી છે. શુક્રવારે બ્રેન્ટ ક્રુડ ફ્યુચર 2 ટકાના કડાકા સાથે 1.71 ડોલર એટલે કે, 2 ટકાના ઘટાડા સાથે 83.63 ડોલર પ્રતિ બેરલ પર સેટલ થયું અને તેણે પોતાની પાછલી તેજીને ગુમાવી દીધી. ક્રૂડ ઓઇલના ભાવમાં તો ઘટાડો થયો છે, પરંતુ સવાલ એ છે કે શું આનાથી જનતાને રાહત મળશે? શું સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરશે.

એ રીતે જ WTI ક્રુડ ફ્યુચર કાલો 1.66 ડોલર એટલે કે, 2.1 ટકાના ઘટાડા સાથે 76.28 ડોલર પ્રતિ બેરલ પર સેટલ થયું હતું. ગુરુવારે અમેરિકામાં થેંક્સગિવિંગ ડેના કારણે રજા હોવાના કારણે કોઇ પણ WTI સેટલમેન્ટ ન થયા. બ્રેન્ટ ક્રુડ ફ્યુચર્સ અને WTI ક્રુડ ફ્યુચર બન્નેમાં સતત ત્રીજ સપ્તાહમાં ઘટાડો જોવા મળ્યો છે. 25મી નવેમ્બરના રોજ ખતમ થતા કોન્ટ્રાક્ટ્સમાં 10 મહિનાનો લો જોવા મળ્યો છે. સાપ્તાહિક આધાર પર જોઇએ તો આ સપ્તાહમાં બ્રેન્ટ ક્રુડ ફ્યુચર્સ 4.6 ટકાના ઘટાડા સાથે જોવા મળ્યો છે જ્યારે, WTI ક્રુડ ફ્યુચર્સમાં 4.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

બ્રેન્ટ અને WTIના માર્કેટના માળખાથી સંકેત મળે છે કે, વર્તમાનમાં કાચા તેલની માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વના કાચા તેલના આયાતક ચાઇનાએ શુક્રવારે કહ્યું કે, દેશમાં દરરોજ આવનારા કોરોનાના કેસ પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. જેના કારણે આખા દેશમાં કોરોના સંબંધિત પ્રતિબંધો લગાવાયા છે. ચીનમાં આ રીતના પ્રતિબંધોના કારણએ કારોબારી ગતિવિધિઓ પર નેગેટિવ અસર પડે છે. જેનાથી કાચા તેલની ડિમાન્ડને લઇને ચિંતાઓ ઉત્પન્ન થઇ ગઇ છે.

આ દરમિયાન G7 અને યુરોપિયન યુનિયનના ડિપ્લોમેટ્સ રશિયાથી આવનારા તેલની કિંમત 65 ડોલરથી 70 ડોલર પ્રતિ બેરલની વચ્ચે રાખવા પર વાતચીત કરી રહ્યા છે પણ આ મુદ્દા પર હાલ કોઇ સમજૂતી થઇ નથી શકી. યુરોપિયન યુનિયનના ડિપ્લોમેટ્સ તરફથી આવેલી જાણકારી અનુસાર, આ મુદ્દા પર યુરોપિયન દેશોના પ્રતિનિધિઓની એક બેઠક શુક્રવારે થવાની હતી જે બાદમાં નિરસ્ત કરવામાં આવી હતી અને આ મુદ્દે કોઇ નિર્ણય લેવામાં નહતો આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp