લોકડાઉનની વચ્ચે આ કંપનીના 74 કર્મચારી બની ગયા કરોડપતિ, આ સ્કીમનો ફાયદો મળ્યો

PC: thehindu.com

દેશની સૌથી મોટી આઈટી કંપનીના નાણાકીય વર્ષ 2019-20માં કરોડપતિ કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા નાણાકીય વર્ષમાં કરોડપતિ ક્લબમાં કર્મચારીઓની સંખ્યા વધીને 74 થઈ ગઈ. એક વર્ષ પહેલા કંપનીમાં 64 કરોડપતિ હતા. આ કંપનીમાં વાઈસ પ્રેસિડન્ટ અને સીનિયર વાઈસ પ્રેસિડન્ટ સ્તરના 74 અધિકારી કરોડપતિ લિસ્ટમાં સામેલ છે. કંપનીમાં કરોડપતિ કર્મચારીઓની સંખ્યા વધવાને કારણે તેમને મળનારા સ્ટોક ઈન્સેંટિવની વેલ્યૂમાં પણ વધારો થયો છે. કંપનીની વાર્ષિક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.

જણાવી દઈએ કે, ગયા વર્ષે ઈન્ફોસિસના બોર્ડે કંપનીના કર્મચારીઓને કરોડો રૂપિયાના શેર આપવાના પ્લાનને આગળ વધાર્યું હતું. કર્મચારીઓને પર્ફોમન્સના આધારે ઈન્સેંટિવના નવા પ્રોગ્રામ હેઠળ શેર આપવામાં આવશે. શેરધારકોની મંજૂરી પછી સ્ટોક ઓનરશિપ પ્રોગ્રામ લાગૂ થયો. 2015ની યોજના અનુસાર, ઈન્ફોસિસ સમયના આધારે શેર આપતી હતી, પણ હવે પર્ફોમન્સના આધારે શેર આપવામાં આવશે.

કંપનીના CEOના પગારમાં 39 ટકાનો વધારો

ઈન્ફોસિસના CEO સલિલ પારેખના સેલેરી પેકેજમાં 2019-20માં લગભગ 39 ટકાનો વધારો થયો છે અને તે 34.27 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. 2018-19માં પારેખનો પગાર 24.67 કરોડ રૂપિયા હતો. 2019-20 માટે કંપનીની વાર્ષિક રિપોર્ટથી જાણ થઈ કે તેમના કુલ પગારમાં 16.85 કરોડ રૂપિયા પગારથી, સ્ટોકથી 17.04 કરોડ રૂપિયા અને 38 લાખ રૂપિયા સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્ફોસિસના ચેરમેન નંદન નીલેકણીએ સ્વેચ્છાથી પોતાની સેવાઓ માટે કોઈ પારિશ્રમિક લીધા નથી.

રિપોર્ટ અનુસાર, ઈન્ફોસિસમાં મોટા અધિકારીઓને મળનારા પેકેજમાં ફિક્સ પે, વેરિએબલ પે, રિટાયરમેન્ટ પર મળનારા બેનિફિટ અને સ્ટોક ઓપ્શન સામેલ છે. કંપનીમાં લીડરશીપ લેવલના સ્ટાફનો વેતન પેકેજ સમાન છે અને 2019માં આ લેવલે કોઈ પ્રમોશન મળ્યું નહોતું.

કર્મચારીઓના પગારમાં 10 ટકાનો વધારો

ગયા વર્ષે ઈન્ફોસિસના કર્મચારીઓના પગારમાં 10 ટકાનો વધારો થયો છે. જે ગયા વર્ષે 6.2 લાખ રૂપિયા પર હતો, જે 2019-20માં 6.8 લાખ રૂપિયા થઈ ગયો છે. ભારતમાં કર્મચારીઓની સરેરાશ વેતન વૃદ્ધિ 7.3 ટકા રહી છે. મુખ્ય પરિચાલન અધિકારી યૂ બી પ્રવીણ રાવનું વેતન ગયા નાણાકીય વર્ષમાં 9.05 કરોડથી 17.1 ટકા વધીને 10.06 કરોડ રૂપિયા થયું છે. ટીસીએસના સીઈઓ અને એમડી રાજેશ ગોપીનાથનના પેકેજ ગયા નાણાકીય વર્ષની તુલનામાં 2019-20માં 16 ટકા ઘટીને 13.3 કરોડ રૂપિયા રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp