Amazon, Flipkart સહિત ઓનલાઇન રિટેલર્સ આ ફેસ્ટિવ સીઝનમાં કરશે 47900 કરોડની કમાણી

PC: gadgets360cdn.com

ફેસ્ટિવ સીઝનમાં એમેઝોન, ફ્લિપકાર્ટ, જિયોમાર્ટ સહિત અમુક અન્ય ઓનલાઇન રિટેલર્સની ચાંદી થવા જઇ રહી છે. ગ્રાહકોના ખર્ચ પર ઈન્ડસ્ટ્રી ફોરકાસ્ટનું પૂર્લાનુમાન છે કે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે 47900 કરોડ રૂપિયાનું વેચાણ થશે. એવું પણ અનુમાન છે કે આ રકમ 75 ટકા(લગભગ 35400 કરોડ) 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબરની વચ્ચે ખર્ચ કરવામાં આવશે, કારણ કે એમેઝોન અને ફ્લિપકાર્ટે પોતાની આ વર્ષની સૌથી મોટી સીઝન સેલનું આયોજન કર્યું હતું.

ફોરેસ્ટર ફોરકાસ્ટના પૂર્વાનુમાનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 5.5 થી 6 કરોડ ખરીદદારો ચાલી રહેલી સેલમાં ભાગ લેશે, જે ઓનલાઇન રીટેલર્સના નફાને વધારશે અને તે ફેસ્ટિવ સીઝનમાં દર વર્ષે 34 ટકાની વૃદ્ધિ જોશે. ફેસ્ટિવ સીઝન દરમિયાન સૌથી વધારે વેચાતા પ્રોડક્ટ્સ સ્માર્ટફોન બની રહેશે અને કુલ ખર્ચના 34 ટકા હિસ્સો તેમનો જ રહેશે. ત્યાર પછી ઈલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યૂટર પર 17 ટકા, ફેશન પર 16 ટકા અને હોમવેર-ફર્નિચરની સાથે અપ્લાયન્સ પર 14 ટકા અને કરિયાણા પર 6 ટકાનો ખર્ચો રહેશે.

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ અને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન ભારે છૂટની સાથે સાથે લોકો દ્વારા મહામારી દરમિયાન જે નાણાકીય સંકટનો સામનો કરવો પડ્યો તેની વચ્ચે થનારી બચતને લીધે ખૂબ ખરીદારી થઇ છે. આ ઉપરાંત સેલમાં થયેલા વધારાનું એક કારણ લાંબા સમયથી ચાલેલા લોકડાઉનથી ખરીદારીમાં લાગેલી રોક પણ છે. એમેઝોન પહેલા જ દાવો કર્યો હતો કે આ સીઝનમાં ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલની સૌથી વધારે ઓપનિંગ થઇ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દરેક શહેરામાં ગતિશીલતા લગભગ 40 ટકાથી ઓછી થઇ ગઇ છે. જેનું અનુમાન ગૂગલના કમ્યુનિટી મોબિલિટી રિપોર્ટના ડેટાથી લગાવી શકાય છે. જે લોકપ્રિય સાર્વજનિક સ્થળો જેમકે સુપરમાર્કેટ, ફાર્મસી, રેસ્ટોરાં, સિનેમાહોલ વગેરેમાં લોકોની અવરજવરને ટ્રેક કરે છે અને ગતિશીલતાને સમજવા માટે સાત દિવસના સરેરાશ ડેટા સેટનો હિસાબ લગાવે છે. ગૂગલ મોબિલિટીની 16 ઓક્ટોબરની રિપોર્ટ અનુસાર, પૂર્વ મહામારી સમયની બેસલાઇનની તુલનામાં રિટેલ અને મનોરંજનવાળી જગ્યાઓમાં ગતિશીલતા 31 ટકા ઓછી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp