ખૂબ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહી છે દેશની અર્થવ્યવસ્થાઃ સીતારમન

PC: amarujala.com

નાણામંત્રી નિર્મલા સીતારમને સ્વીકાર્યું છે કે, વિશ્વની સાથે ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ મુશ્કેલી ભર્યા સમયમાંથી પસાર થઈ રહી છે. અર્થવ્યવસ્થા શાના કારણે સુસ્ત થયેલી છે એનું કારણ શોધવાની જરુર છે. પુસ્તક વિમોચન પ્રસંગે આવેલા નાણામંત્રી નિર્મલા સીતારમને ઉમેર્યું હતું કે, ભારતનો વિકાસદર છેલ્લા છ વર્ષથી સૌથી નીચો આ વર્ષે રહ્યો છે. જે 5%એ પહોંચીને અટકી ગયો હતો. માંગમાં થતા ઘટાડાની સાથોસાથ ખાનગી રોકાણ અને વૈશ્વિક બજારમાં વ્યાપારી યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે માર્કેટમાં મંદી આવી છે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઓક્ટોબર મહિનામાં નાણાકીય સ્થિતિની સમિક્ષા કરતા જણાવ્યું હતું કે, વિકાસદરનું અનુમાન 6.9 ટકાથી ઘટાડીને 6.1 ટકા કરી દેવામાં આવ્યું હતું.

રીઝર્વ બેન્કના અનુમાન અનુસાર નાણાકીય વર્ષના બીજા તબક્કામાં સારો એવો વિકાસદર જોવા મળશે પણ એવું થયું નથી. આર્થિક ક્ષેત્રે સુસ્ત વાતાવરણને વેગ આપવા માટે સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો. સરાકીર બેન્કમાં એક ફંડ ઊભું કર્યું અને રીયલ એસ્ટેટ સેક્ટરને સક્રિય કરવા રુ.24 હજાર કરોડનું ફંડ તૈયાર કર્યું. જેથી અર્થવ્યવસ્થામાં તેજી આવી શકે. વૈશ્વિક રેટિંગ એજન્સીએ ભારતને નેગેટિવ રેન્ક આપ્યો છે. જેથી વૈશ્વિક સ્તરે શાખ ઘટી ગઈ છે. એજન્સી મુડીઝ ભલે એમ કહે કે, આર્થિક રીતે ડામાડોળ સ્થિતિને ઘટાડવા માટે સરકારે પગલાં ભર્યા. પણ વિકાસદર નીચો રહેવાનું જોખમ વધારે છે.

મુડીઝે વિદેશી મુદ્રા રેટિંગ BAA2ને યથાવત રાખ્યું છે. પરંતુ, આગામી માર્ચ 2020માં પૂરા થતા નાણાકીય વર્ષ માટે જીડીપીની તુલનામાં રાજકોષીય ખાધ 3.7 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. જ્યારે સરકાર એવું માને છે કે, આ રાજકોષીય ખાધ 3.3 ટકા જ રહેશે. કોર્પોરેટ ટેક્સ ઘટવાને કારણે ક્યાંય પરોક્ષ રીતે સરકારની આવક પર ફટકો પડી શકે છે એવા એંધાણ હાલમાં વર્તાય છે. જાપાનની એજન્સી બ્રોકરેજ કંપનીએ ભારતને વિકાસદર મામલે આપેલા રેટિંગમાં ઘટાડો કર્યો છે. નોમુરાએ ઉમેર્યું હતું કે, ભારતની હાલમાં જીડીપી 4.9 ટકા રહેશે. હાલમાં દેશની આર્થિક સ્થિતિ સુસ્ત છે. જેથી અગાઉ કરેલા અનુમાનમાં ભારે માત્રામાં ઘટાડો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp