સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો, 2 દિવસમાં 1600 ગગડ્યા, જાણો આજનો ભાવ

PC: gstatic.com

અમેરિકી ઠેકાણાઓ પર ઈરાને હુમલો કર્યા બાદ સોનાની કિંમતમાં આસમાની વધારો થયો હતો. સોનાનો ભાવ રૂ.41000ને સ્પર્શી ગયો હતો. પરંતુ, અમેરિકાએ ઈરાન સામે યુદ્ધ ન કરવાની જાહેરાતથી રોકાણકારોમાં નવી આશા જાગી છે. બીજી તરફ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બે દિવસમાં રૂ.1600 ગગડતા લગ્ન પ્રસંગ કરતા પરિવારમાં એક રોનક જોવા મળી છે. શુક્રવારે સોનું 105 રૂ.ના ઘટાડા સાથે ખુલતા 39725 10રૂ. પ્રતિગ્રામ પર ખુલ્યું હતું.

સવારે 10.30 બાદ રૂ.152ના ઘટાડા સાથે 39678 પર નોંધાયું હતું. જેથી બે દિવસમાં સોનું રૂ.1600 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી સસ્તુ થયું છે. તા. 8 જાન્યુઆરીના રોજ સોનું MCXના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયું હતું. શુક્રવારે સવારે 0.25 ટકાના ઘટાડા સાથે સોનાની માર્કેટ શરૂ થતા 46474રૂ. પર ટ્રેડિંગ જોવા મળ્યું હતું. જ્યારે વ્યાપારી સમય દરમિયાન 46361 ન્યુત્તમ અને 46589રૂ સાથે ઉચ્ચત્તમ સપાટીએ રહ્યું હતું. જ્વેલર્સ કંપનીએ જણાવ્યું હતું કે, શોર્ટ ટર્મમાં સોનાની કિંમત વધતા ડિમાન્ડ ઘટી ગઈ છે. કિંમતમાં ઘટાડો થતા સામે માંગ ઓછી થઈ રહી છે. લગ્નની સીઝન માર્ચ મહિના સુધી રહેશે. ત્યાર બાદ અક્ષય તૃતિયા જેવા તહેવાર નિમિતે થોડી માંગ વધશે.

માત્ર ભારતીય માર્કેટમાં નહીં પણ વૈશ્વિક માર્કેટમાં સોનાનો ભાવ ઘટી ગયો છે. ફેબ્રુઆરી મહિનામાં આ ભાવ 40 હજાર સુધી પહોંચી શકે છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, વૈશ્વિક માર્કેટમાં અસર થતા ચાંદીના ભાવમાં પણ મોટો ફેરફાર નોંધાયો છે. ખાસ કરીને ફેબ્રુઆરીની અને માર્ચની સીઝનમાં લગ્ન હોય એવા પરિવારો અત્યારે બુકિંગ અને ભાવ પર આધાર રાખે છે. તેથી હજુ થોડા ભાવ ઘટાડાની લોકો આશા રાખી રહ્યા છે. જોકે, મોટા ભાગના જ્વેલરી ડિવિઝને પોતાનો ટાર્ગેટ પૂરો કર્યો છે. ત્રિમાસિક રેવન્યુ ગ્રોથ 11 અને રિટેઈલ ગ્રોથ 15 ટકા રહ્યો છે. જોકે, સોનાના વેપારીઓ લગ્ન સીઝનમાં સોનાની માંગ વધશે એવી આશા રાખી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp