અંગ્રેજોના દેશમાં સૌથી અમીર વ્યક્તિ છે આ ભારતીય, લિસ્ટમાં જાણો કોના નામ સામેલ છે

PC: forbesindia.com

 ભારતમાંથી વિદેશ ગયેલા અનેક ઉદ્યોગપતિ તે દેશ અને તેની અર્થવ્યવસ્થા માટે ઉપયોગી સાબિત થયા છે. ત્યારે બ્રિટનમાં એક ભારતીય ઉદ્યોગપતિએ પોતાની સફળતાનો ઝંડો ફરકાવ્યો છે અને બ્રિટનના સૌથી અમીર વ્યક્તિ પણ તે ભારતીય જ છે. બ્રિટનના પ્રખ્યાત THE SUNDAY TIMESએ 2022 માટે બ્રિટનના સૌથી અમીર લોકોની એક યાદી જાહેર કરી છે. આ યાદી પ્રમાણે બ્રિટનમાં સૌથી ધનિક વ્યક્તિ શ્રી ચંદ અને ગોપીચંદ હિન્દુજા અને પરિવાર છે. ગત વર્ષે તેઓ આ યાદીમાં ત્રીજા સ્થાને હતા. તેમની કુલ સંપત્તિ 28.47 અબજ પાઉન્ડ (અંદાજે 2757.85 અબજ રૂપિયા) છે. હિન્દુજા પરિવાર અનેક પ્રકારના વ્યવસાય કરે છે. તેમ જ કોમર્સિયલ વાહન બનાવનારી ASHOK LEYLAND તેમના ગ્રૃપની મુખ્ય કંપની છે.


આ યાદીમાં DYSON કંપનીના સ્થાપક સર જેમ્સ ડાયસન અને પરિવાર બીજા નંબરે છે. તેમની સંપત્તિ 23 અબજ પાઉન્ડ છે. પ્રોપર્ટીનો વ્યવસાય કરનારા ડેવિડ અને સિમોન રૂબેન અને પરિવારની સંપત્તિ 22.26 અબજ રૂપિયા છે. જ્યારે ગત વર્ષે પહેલા નંબરે રહેનારા સર લિયોનાર્ડ બ્લાવટનિક હવે ચોથા સ્થાને છે. તેમની સંપત્તિ 20 અબજ યુરો છે. વિશ્વમાં સ્ટિલ કિંગથી જાણીતા આર્સેલર મિત્તલના વડા લક્ષ્મી મિત્તલ આ યાદીમાં છઠ્ઠા નંબર ઉપર છે.

જ્યારે ભારતીય મુળના તેઓ બીજા સૌથી અમીર બ્રિટિશ છે. તેમની સંપત્તિ 17 અબજ પાઉન્ડ (અંદાજે 1646.77 અબજ રૂપિયા) છે. આ ઉપરાંત આ યાદીમાં વધુ એક ભારતીય વ્યક્તિ વેદાંતા ગ્રુપના વડા અનિલ અગ્રવાલ પણ સામેલ છે. તેમની સંપત્તિ 9.2 અબજ પાઉન્ડ (અંદાજે 891.19 અબજ રૂપિયા) છે. તે આ લિસ્ટમાં 16મા નંબરે છે.

કહેવાય છે કે, ભારતીયો ક્યાંય પણ અને કોઈ પણ ક્ષેત્રે પાછા પડતા નથી. તેઓ  જ્યાં પણ જાય છે ત્યાં પોતાની અલગ છાપ ઉભી કરતા હોય છે. ભારતીય લોકો ધંધામાં પણ ભલભલાને પાણી પીવડાવતા હોય છે ત્યારે વિદેશમાં પણ ધંધા-રોજગારમાં ભારતીય લોકોનો દબદબો જોવા મળે છે. જુદા-જુદા ઉદ્યોગોમાં પોતાની સફળતાનો ડંકો વગાડીને તે દેશની અર્થવ્યવસ્થામાં મોટો ભાગ ભજવતા હોય છે. ત્યારે અમેરિકા, બ્રિટેન, આફ્રિકામાં અનેક ભારતીયોએ પોતાના ઉદ્યોગો દ્વારા સમગ્ર વિશ્વમાં દેશનું નામ ઉજ્જવળ કર્યું છે. ત્યારે બ્રિટેનમાં પણ ઉદ્યોગ-ધંધા દ્વારા અનેક ભારતીયો સફળ બન્યા છે અને તે દેશના સૌથી અમીર લોકોની યાદીમાં તેમનું નામ પણ ટોચના સ્થાને રહે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp