આ 2 દેશને પાછળ મૂકીને ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની

PC: mapsofindia.com

આર્થિક ક્ષેત્રે ઘણા બધા નકારાત્મક પરિણામ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની ગયો છે. 2.94 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા સાથે ભારતે વર્ષ 2019માં બ્રિટન અને ફ્રાંસ જેવા મહારથી દેશને પાછળ મૂકી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી પાંચ વર્ષમાં 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા ઊભી કરવાનું સ્વપ્ન સેવ્યું છે.

અમેરિકાની સંશોધન સંસ્થા વર્લ્ડ પોપ્યુલેશન રીવ્યુના રિપોર્ટ અનુસાર આત્મનિર્ભર બનવાની નીતિ અંતર્ગત ભારત એક ખુલ્લા બજારની વ્યવસ્થાના રૂપે વિકસીત થઈ રહ્યો છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના મામલે ભારત 2.94 લાખ કરોડ ડૉલર સાથે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બન્યો છે. આ મામલે વર્ષ 2019માં બ્રિટન અને ફ્રાંસને પણ પાછળ રાખી દીધા છે. બ્રિટનની અર્થવ્યવસ્થા 2.83 ટ્રિલિયન ડૉલરની છે. જ્યારે ફ્રાંસની અર્થવ્યવસ્થા 2.7 ટ્રિલિયન ડૉલરની છે. પીપીપીના આધાર પર ભારતનો GDP 10.51 ટ્રિલિયન ડૉલર છે. જે જાપાન અન જર્મની કરતા પણ વધારે છે તેથી ભારત આ બંને દેશ કરતા અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ આગળ છે. ભારતમાં વધારે પડતી વસ્તીને કારણે પ્રતિ વ્યક્તિ GDP 2170 ડૉલર છે. જ્યારે અમેરિકામાં પ્રતિ વ્યક્તિ GDP 62794 ડૉલર છે.

ભારતનો રિયલ GDP વૃદ્ધિદર સરેરાશ ત્રીજા મહિને નબળો રહી શકે એવી સંભાવના છે. જે 5 ટકાની આસપાસ રહી શકે છે. આ રિપોર્ટમાં કોંગ્રેસ શાસનમાં શરૂ કરવામાં આવેલી ઉદારીકરણની નીતિના વખાણ કરવામાં આવ્યા છે. ભારતમાં ઉદારીકરણ વર્ષ 1990માં શરૂ થયું હતું. ઉદ્યોગ સેક્ટરને નિયંત્રણ મુક્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદેશ વ્યાપાર અને રોકાણ પર મર્યાદિત નિયંત્રણ લાગુ કરાયું હતું. કેટલીક સરકારી કંપનીઓનું પણ ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. જેથી ભારતને આર્થિક વૃદ્ધિમાં વધારો કરવામાં યોગ્ય મદદ મળી રહે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ સંસ્થા એક સ્વતંત્ર સંગઠન છે. GDP ગ્રોથ મામલે ભારતની આર્થિક સ્થિતિ સારી નથી. તાજેતરમાં જ કેટલીય રેટિંગ એજન્સીઓએ GDP ગ્રોથનું અનુમાન ઘટાડી દીધું અને ઓછું રેટિંગ આપ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp