ભારત પોતે નક્કી કરશે સોનાનો ભાવ, ટૂંક સમયમાં શરૂ કરશે બુલિયન એક્સચેન્જ

PC: financialexpress.com

ભારતમાં ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થવા જઇ રહ્યું છે, જ્યાં સોના અને ચાંદીનું સ્પોટ ટ્રેડ થઇ શકશે. ભારતમાં બુલિયન એક્સચેન્જ બનાવનો સૌથી મોટો ફાયદો એ રહેશે કે આવનારા સમયમાં ભારત પોતાના સોનાની કિંમત પોતે નક્કી કરી શકશે. હાલમાં લંડન બુલિયન માર્કેટ એસોશિયએશન દ્વારા નક્કી કરેલા સોનાના ભાવને આધારે ભારતના સરફા બજારમાં સોનાના ભાવ નક્કી થાય છે. ઉલ્લેખનીય છે કે, બુલિયન એક્સચેન્જનો સૌથી મોટો ફાયદો રહેશે કે ભારત પોતે સોનાનો ભાવ નક્કી કરશે અને આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજી કરનારાઓને કારણે ભારતમાં કારણ વિના સોનાના ભાવ ઉપર ચીને થશે નહીં.

અમદાવાદની પાસે ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટીમાં બુલિયન એક્સચેન્જની સ્થાપના કરવામાં આવશે. બુલિયન એક્સચેન્જની સ્થાપના ઈન્ટરનેશનલ ફાયનાન્સ સર્વિસ સેન્ટર ઓથોરિટીની દેખરેખમાં થઇ રહી છે. IFSCA બુલિયન એક્સચેન્જના નિયામકના રૂપમાં કામ કરશે.

નાણા મંત્રાલયના આર્થિક મામલાના સચિવ તરુણ બજાજે કહ્યું, આવતા અમુક મહિનાઓમાં બુલિયન એક્સચેન્જ કામ કરવા લાગશે. ભારત દુનિયામાં સોનાનો બીજો સૌથી મોટો ઉપભોક્તા છે. માટે સરકારે પોતાનું જ બુલિયન એક્સચેન્જ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2019માં ભારતમાં લગભગ 700 ટન સોનાનો વપરાશ થયો હતો.

દેશની દરેક બેંક, ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડ ફંડ જેવી સરકારી એજન્સીને બુલિયન એક્સચેન્જની સભ્યતા આપવામાં આવશે. મોટા મોટા જ્વેલર્સને સબ ડીલરશિપ આપવામાં આવી શકે છે. હાલમાં કોરોના કાળને કારણે લોકડાઉન દરમિયાન મે-જૂનમાં સોનાનો ભાવ ભારતમાં સતત વધી રહ્યો હતો, જ્યારે વાસ્તવમાં આ સમયમાં સોનાની કોઈ માગ નહોતી. અમેરિકા અને અન્ય આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજો દ્વારા સોનાની ખરીદી અને વેચાણની કિંમતો નક્કી થાય છે, જેનો ભારત સાથે કોઈ લેવાદેવા હોતું નથી.

હાલમાં કઈ રીતે નક્કી થાય છે ભારતમાં સોનાનો ભાવ

વિશેષજ્ઞોએ જણાવ્યું કે, LBMA રોજ સોનાનો ભાવ ખોલે છે, જે ભારતમાં સોનાના ભાવનો આધાર હોય છે. લંડનમાં જ્યારે ભાવ ખુલે છે ત્યાં સુધી ભારતમાં દિવસના 3.30-4 વાગી ગયા હોય છે. એવામાં ભારતના સરફા વેપારી ન્યૂયોર્ક અને જાપા બુલિયન એક્સચેન્જના ભાવને જોતા ભારત માટે સરેરાશ એક ભાવ ખોલે છે અને તે હિસાબે ભારતમાં કારોબાર થાય છે. લંડનમાં જે ભાવ ખુલે છે તે પ્રતિ ઓંસમાં હોય છે. જેની કિંમત ડૉલરમાં નક્કી થાય છે. એક ઓંસ 31.103 ગ્રામ બરાબર હોય છે.

માની લો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં 1930 ડૉલર પ્રતિ ઓંસની કિંમત ખુલી છે. હવે તેમાં 12.5 ટકા આયાત ચાર્જ અને પ્રતિ ઓંસ બે ડૉલર જોડી લેવામાં આવે છે. પછી જે કિંમત આવે છે તે હિસાબે ભારતમાં સોનાનું રિટેલ વેચાણ થાય છે. રૂપિયાને ડૉલરમાં બદલવા જેવા રામમાં પ્રતિ ઓંસ બે ડૉલર ચાર્જ લાગે છે. ઘણીવાર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ ઘટાડાની સાથે ખુલે છે, પણ ડૉલરની સરખામણીમાં રૂપિયો નબળો હોવાના કારણે ભારતમાં સોનાના ભાવમાં વધારો જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp