ATMમા 1 માર્ચથી નહીં મળે 2000ની નોટ, આ સરકારી બેંકે લીધો મોટો નિર્ણય

PC: economictimes.com

જો તમે પબ્લિક સેક્ટરની આ બેંકના ગ્રાહક છો તો તમારા માટે આ મોટી ખબર છે. આ બેંકના ATM મશીનમાંથી હવેથી 2000 રૂપિયાની નોટ નહીં નીકળશે. આ સંબંધમાં બેંકે તેની દરેક બ્રાંચને જાણકારી આપી દીધી છે.

સમાચાર એજન્સી અનુસાર, આ બેંકે 1 માર્ચથી ATM મશીનમાં 2 હજાર રૂપિયાની નોટ નહીં નાખવાનો નિર્ણય લીધો છે. બેંકે આ બાબતે એક સર્કુલર પણ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આવનારી 1 માર્ચથી ATMમાં 2000 રૂપિયાની નોટ રાખનારી કેસેટ્સને હટાવી દેવામાં આવશે. આ નિર્ણય ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

બેંકનું કહેવું છે કે, 2000 રૂપિયાના સ્થાને મશીનમાં 200 રૂપિયાની નોટોની સંખ્યા વધારી દેવામાં આવશે. તેના માટે મશીનમાં રાખવામાં આવતા 200 રૂપિયાના કેસેટ્સની સંખ્યા વધારી દેવામાં આવશે. એવામાં જો તમે 2000 રૂપિયાની નોટ લેવા ઈચ્છો છો તો તમારે બેંકની બ્રાંચમાં જવાનું રહેશે. બેંકની બ્રાંચમાં તમે 2000 રૂપિયાની નોટ કાઢવાની સાથે જમા પણ કરાવી શકો છો.

જણાવી દઈએ કે, પબ્લિક સેક્ટરની બેંક ઈન્ડિયન બેંકે આ નિર્ણય લીધો છે. બેંક 1 માર્ચથી તેમના ATM મશીનમાં 2 હજાર રૂપિયાની નોટ નહીં નાખવાનો નિર્ણય લીધો છે.

જો તમને જાણ હોય તો ઈન્ડિયન બેંકનું અલાહાબાદ બેંકની સાથે મર્જર થવાનું છે. આ મર્જર 1 એપ્રિલથી અસ્તિત્વમાં આવી જશે. મર્જર પછી તે 7મી સૌથી મોટી બેંક બની જશે.

એવી જ રીતે યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનું મર્જર થશે. તો કેનરા બેંકનું સિંડિકેટ બેંકની સાથે મર્જર થશે. પંજાબ નેશનલ બેંકની સાથે ઓરિએન્ટલ બેંક ઓફ ઈન્ડિયા કોમર્સ અને યૂનાઈટેડ બેંક મર્જ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp