આદિવાસી સમાજને જાણો ગુજરાતના બજેટમાં શું મળ્યું

PC: Khabarchhe.com

ગુજરાત સરકારે રીલિઝ કરેલી પ્રેસ રીલિઝ મુજબ ગુજરાતના તત્કાલીન CM અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007 થી વનબંધુ કલ્યાણ યોજના (CMના 10 મુદ્દા કાર્યક્રમ)ની શરુઆત કરી હતી. છેલ્લા 13 વર્ષમાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રૂ. 96 હજાર કરોડની રકમ આદિજાતિ વિસ્તારના વિકાસ માટે વાપરવામાં આવેલ છે. જે થકી રાજ્યના આદિજાતિ વિસ્તારની માળખાકીય સુવિધાઓ તેમજ આદિજાતિ સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક – એમ સર્વાંગી વિકાસની દિશામાં આદિજાતિ સમુદાયે નવા આયામો સિધ્ધ કર્યાં છે.

આ યોજનાની સફળતાને ધ્યાને લઈ વન બંધુ કલ્યાણ યોજના 1 ની વિકાસ ગાથાને વધુ નવી ઊંચાઈએ લઈ જવા માટે માન. CM વિજય રૂપાણીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકારે વનબંધુ કલ્યાણ યોજના – 2 અમલમાં મૂકવાની જાહેરાત કરેલ છે. વનબંધુ કલ્યાણ યોજના-2ને વિવિધ 12 મુદા હેઠળ આગામી 05 વર્ષમાં રુ. 1 લાખ કરોડની માતબર નાણાકીય જોગવાઇ સાથે અમલીકૃત કરવામાં આવશે. આ યોજના દ્વારા 14 જિલ્લાની 90 લાખની વસ્તી ધરાવતા આદિજાતિ સમાજના વ્યક્તિગત અને સામુદાયિક લાભો સુનિશ્ચિત કરી તેઓના અધિકારો અને સાંસ્કૃતિક અસ્મિતાનું જતન કરવામાં આવશે.

વનબંધુ કલ્યાણ યોજના – 2 અંતર્ગત,

  • નવ લાખ આદિજાતિ પરિવારો માટે રોજગારીની તકોનું નિર્માણ કરવામાં આવશે.
  • શિક્ષણ

o ગાંધીવાદી સંસ્થાઓ ચાલતી આશ્રમશાળાઓ/ઉત્તર બુનિયાદી આશ્રમશાળા/ ઉચ્ચતર ઉત્તર બુનિયાદીના મકાનો બનાવવામાં આવશે.

o દરેક તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચ્તર માધ્યમિક શાળાઓ, અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવી.

o દરેક આદિજાતિ તાલુકામાં એકલવ્ય / નવોદય જેવી નિવાસી શાળા ખોલવી

o કોલેજના વિદ્યાર્થીઓ માટે વધુ 100 છાત્રાલયોની સ્થાપના કરવી.

o દરેક આદિજાતિ જિલ્લામાં યથાસંભવ મેડીકલ કૉલેજ, ઈજનેરી કોલેજ પોલિટેકનીક કોલેજ, દરેક અદિજાતિ તાલુકામાં નર્સિંગ કોલેજ અને આઈ.ટી.આઈ. સહિતના શ્રેષ્ઠ શૈક્ષણિક એકમો આદિવાસી વિસ્તારોમાં સ્થાપિત કરવા.

  • આદિવાસી વિસ્તારોનો આર્થિક વિકાસ વેગવંતો બને તે માટે

o અંતરિયાળ આદિજાતિ વિસ્તારમાં મોબાઈલ કનેક્ટિવિટી નો વ્યાપ વધારવા મોબાઈલ ટાવર સ્થાપવામાં આવશે. 60 CM નાહરી કેંદ્રોની સ્થાપના કરવામાં આવશે, 20 હાટ બજારોની સ્થાપના, આદિજાતિ વિસ્તારોમાં 100 વેજીટેબલ કલેકશન કમ ગ્રેડીંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.

o આદિજાતિ વિસ્તારમાં આવેલ એપીએમસીને આધુનિક સુવિધાઓથી સજજ કરવામાં આવશે. ઇકો ટુરીઝમ સેન્ટરો તથા હોમ સ્ટે સુવિધાને પ્રોત્સાહન આપવામાં આવશે

  • આરોગ્ય

o 240 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને 24x7 કાર્યરત કરવામાં આવશે. 40 નવા PHC તથા 10 નવા CHCની સ્થાપના કરવામાં આવશે. આદિજાતિ વિસ્તારના સબ સેન્ટરને વેલનેસ સેન્ટરમાં રુપાંતરીત કરવામાં આવશે તથા 280 નવા વેલનેસ સેન્ટર શરુ કરવામાં આવશે. આદિજાતિ વિસ્તારોમાં સેવાઓ આપવા માટે ડોક્ટર અને અન્ય મેડીકલ સ્ટાફને નાણાકિય / અન્ય રીતે પ્રોત્સાહન આપવામાં આવશે.

  • આવાસ

o આગામી પાંચ વર્ષ માં 2.50 લાખ આદિજાતિ ના કુંટુંબોને ઘરનું ઘર બને તેવુ આયોજન કરવામાં આવશે. જેમાં હળપતી,આદિમજુથ ને પ્રાધાન્ય આપી તેમના 100% ઘરનું નિર્માણ કરવામાં આવશે.

  • પીવાનું પાણી

o 100% કુટુંબોને નલ સે જલ યોજના અતંગર્ત પાઈપલાઈન દ્રારા સુરક્ષિત અને સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે

  • સિંચાઇ

o 6000 ચેકડેમોનું અને 3200 પાઝર તળાવોનું નિર્માણ કરવામાં આવશે.

o સોલર આધારિત મીની એલ. આઈ. ના 1400 કામો પૂર્ણ કરવામાં આવાશે.

  • બારમાસી રસ્તાઓ

o બારમાસી રસ્તા અંતર્ગત 100થી ઓછી વસ્તી ધરાવતા તમામ ફળિયાઓનું રસ્તાથી જોડાણ કરવામાં આવશે તથા આંતર રાજ્ય જોડાણ ધરાવતા રસ્તાઓ બનાવવા તથા અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે વિખૂટા જતા રસ્તા પર કોઝવેના સ્થાને નાના પુલોનું નિર્માણ કરવામાં આવશે.

  • વિજળીકરણ

o ગરીબી રેખાથી નીચે જીવતા તમામ આદિવાસી કુટુંબોના ઘરોનું વિનામુલ્ય વીજળીકરણ, બાકીના તમામ પેટા પરાઓ તથા ગામતળ વિસ્તારો વીજળીકરણ, ખેડુતો માટે સોલર પંમ્પ આપવાનું આયોજન કરવામાં આવશે.

  • શહેરી વિકાસ

o આદિજાતિ મજુરો માટે ઔધ્યોગિક હોસ્ટેલની સુવિધા ઉભી કરવામાં આવશે.

o આદિજાતિ વિસ્તારોમાં આગામી પાંચ વર્ષમાં તમામ તાલુકાઓના મુખ્ય મથકને બ્રોડબેન્ડથી જોડી ડિજિટલ કનેક્ટિવિટીનો વ્યાપ વધારવામાં આવશે.

  • વિવિધ કાયદાઓના અસરકારક અમલીકરણ થકી આદિજાતિ સમુદાયના અધિકારોની સંરક્ષણ સાથે સશક્તિકરણ સુનિશ્ચિત કરવામાં આવશે.
  • રમત ગમત, પર્યટન અને સમ્રુધ્ધ સાંસ્ક્રુતિક વારસો

o રમત-ગમત ક્ષેત્રે પ્રતિભાશાળી આદિવાસી યુવાનોને પ્રોત્સાહન તથા તેને લગતી માળખાગતસુવિધાઓનો વિકાસ.

o આદિજાતિ વિસ્તારોમાં પર્યટન સ્થળોનો વિકાસ.

o આદિજાતિ સમુદાયોની સંસ્કુતિ,પરંપરાઓ અને સાંસ્ક્રુતિક વારસાના જતન માટે પરંપરાગત મેળા પ્રદર્શનનું આયોજન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp