Moodysએ ઘટાડ્યું ભારતનું રેટિંગ, વર્ષ 2022 પહેલા આર્થિક રિકવરી નહીં થાય

PC: abplive.com

આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સી મુડીઝ ઈન્વેસ્ટર સર્વિસે ભારતની સોવરેન રેટિંગમાં ઘટાડો કર્યો છે. મુડીઝે ભારતની સોવરેન રેટિંગ ‘Baa2’થી ઘટાડીને‘Baa3’ કરી દીધી છે. આ સાથે જ ભારતીય અર્થવ્યવસ્થાને લઈને એક નેગેટિવ આઉટલુક યથાવત રાખ્યું છે. દેશના નાણામંત્રાલયે અધિકારીઓને કહ્યું હતું કે, હાલના સમયમાં મુડીઝે બીજા 35 દેશના રેટિંગમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.

આ ઉપરાંત રોકાણના દ્રષ્ટિકોણથી પણ ડાઉનગ્રેડ જાહેર કર્યા છે. તેથી એવા માહોલમાં ભારતનું રેટિંગ ઘટાડતા વધારે પડતી ચિંતા વ્યક્ત ન કરી શકાય. એવી ચિંતા કરવી પણ ન જોઈએ. મુડીઝે કહ્યું કે, કોરોના વાયરસમાંથી બેઠ થવા માટે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટેના જે પેકેજ આપવામાં આવ્યા છે. એમાં કોઈ રોકડ પ્રોત્સાહ એટલું બધું ખાસ નથી. જેથી માગમાં એ સીધી રીતે કોઈ વધારો થાય. સ્થિતિ એવી છે કે, વર્ષ 2022 પહેલા ઈકોનોમીમાં કોઈ રિકવરી આવે એવા એંધાણ નથી. મુડીઝ ઈનવેસ્ટર સર્વિસે નરેન્દ્ર મોદી સરકાર તરફથી આર્થિક અને વ્યાપારી સુધારણા માટે લેવામાં આવેલા પગલાં બાદ વર્ષ 2017માં ભારતનું રેટિંગ વધારી દીધું હતું.

આર્થિક રીતે જે સ્તર નીચું ગયું છે એમાં કોરોના વાયરસની અસરને ધ્યાને લેવામાં આવે છે. પણ મુડીઝે સ્પષ્ટ કર્યું હતું કે, ભારતનું ડાઉનગ્રેડિંગ કોરોના વાયરસને કારણે અર્થતંત્રને લાગેલા ફટકાના લીધે નથી. કોરોના વાયરસને ભારતીય અર્થતંત્રની વ્યવસ્થામાં મુશ્કેલીઓ હતી એના કરતા વધારી દીધી છે. કેટલીક મુશ્કેલીઓ તો પહેલા પણ હતી જ. કોરોના વાયરસના કાળ પહેલા પણ ભારતીય અર્થવ્યવસ્થા મુશ્કેલીની માયાઝાળમાં ફસાઈ ગઈ હતી. આ જ કારણે મુડીઝે એક નેગેટિવ ગણના યથાવત રાખી છે. એજન્સીએ ગત વર્ષે જ ભારતનું રેટિંગમાં નેગેટિવ માર્કિંગ કરી નાંખ્યું હતું. હવે કોરોના વાયરસને કારણે અર્થતંત્રને થયેલી ખોટમાંથી ફરી બેઠું કરવા સરકારને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાને લઈને ફરી સોવરેન રેટિંગ ઘટાડી દીધું છે. રેવન્યુ ખોટમાં વધારો થતા, આર્થિક સેક્ટરની મુશ્કેલીઓ તથા એકાએક માગ ઘટી જતા ભારતીય અર્થવ્યવસ્થાની પરેશાની અચાનક વધી ગઈ હતી. મુડીઝે આ ડાઉનગ્રેડિંગ એક એવા સમયે કર્યું છે. જ્યારે મોદી સરકાર અર્થતંત્રના અલગ અલગ સેક્ટરને 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપી ફરી પાટા પર લાવવા માટે પ્રયત્નો કરી રહી છે.

હજું પણ ભારત વિદેશી રોકાણકારો માટે રોકાણ કરવા લાયક દેશની શ્રેણીમાં છે. પણ સોવરેન રેટિંગ ઘટાડી દેવાયું છે. જુદી જુદી એજન્સીઓ સરકારને ઉઘાર ચૂકવવાની ક્ષમતાના આધાર પર સોવરેન રેટિંગ નક્કી કરે છે. આ માટે માર્કેટ, અર્થવ્યવસ્થા અને રાજકીય જોખમને પણ આધાર માનીને ધ્યાને લેવામાં આવે છે. આ રેટિંગ એવું સૂચિત કરે છે કે, એક દેશ ભવિષ્યમાં કરેલા દેવાને ચૂક્તે કરી શકશે કે નહીં. ભારતે બીજા દેશ પાસેથી એટલું મોટું દેવું કર્યું નથી. તેથી ડાઉનગ્રેડિંગને કારણે એટલી મોટી કોઈ અસર જોવા નહીં મળે. પણ રોકાણક્ષેત્રે થોડી અસર થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp